શ્રી હસમુખભાઈ હોજીવાલાની 21મી પુણ્યતિથિ નિમિત્તે હોજીવાલા પરિવાર તથા શ્રી સતિષભાઈ શાહના સહયોગથી.....
- Praja Pankh
- Jul 27, 2022
- 1 min read
પ્રજાપંખ :- સચિન ઉદ્યોગ નગર સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પ્રમુખ સદ્ગત શ્રી હસમુખભાઈ હોજીવાલાની 21 પુણ્યતિથિ નિમિત્તે હોજીવાલા પરિવાર તથા શ્રી સતિષભાઈ શાહના સહયોગથી લાજપોર હળપતિ વાસ પ્રાથમિક શાળાના 175 બાળકો ,લાજપોર પટેલ ફળિયા પ્રાથમિક શાળાનાં 171 બાળકો, પોપડા પ્રાથમિક શાળાના 61, બાળકો તથા વાંઝ પ્રાથમિક શાળાના 280 બાળકો ,મળી કુલ 687 બાળકોને સ્કૂલબેગ આપી પિતૃ ઋણ અદા કરી સેવા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હોજીવાલા પરિવાર અને સતિષભાઈ શાહનો શિક્ષણ અને બાળકો પ્રત્યેનો પ્રેમ અનહદ અને સતત રહ્યો છે, હર હંમેશ શાળાને સહયોગ કરી ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Comments