શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીનું આગમન-સરથાણા
- Praja Pankh
- Mar 1, 2021
- 1 min read
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરતના 12મો પાટોત્સવ પ્રસંગે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ અને પૂજનીય સંતો આજે સુરત પધાર્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતના મહંત શ્રી હરિકેશવદસજીસ્વામીએ હૈયાના ભાવથી હાર પહેરાવીને આચાર્ય સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. ભાવિક ભક્તોએ દર્શનના લહાવા લીધા હતા.
આવતીકાલે તા.02-3-2021 ને મંગળવારે શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ અને શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની મહાપૂજા અને પારાયણનું વાચન થશે. રાત્રે 7:00 થી 8:00 શ્રી સ્વામિનારાયણ છાત્રાલય- મણીનગર, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહભોજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની સ્મૃતિ વંદના રૂપે રાત્રે 8:00 ભક્તિ સંધ્યા અને ભક્તિનૃત્ય કાર્યક્રમ યોજાશે. તા.03-03-2021 ને બુધવારે ષોડશોપચાર વિધિથી શ્રી ઘનશ્યામ મહારાજની પાટોત્સવ વિધિ કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય શ્રી જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનું રસપાન કરવા મળશે. શ્રી ઘનશ્યામ પ્રભુને ભક્તિભાવથી અન્નકૂટ ધરવામાં આવશે. ભાવિક ભક્તોને દર્શનનો લહાવો લેવા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવાનું રહેશે.
Comments