શ્રી સત્ય સાઈ સેવા સમિતિ- ઉંબેર અને ઉંબેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉંબેર ગામ મા અંડર 14 વન-ડે ક્રિકેટ
- Praja Pankh
- May 11, 2022
- 1 min read


પ્રજાપંખ સચીન:-શ્રી સત્ય સાઈ સેવા સમિતિ- ઉંબેર અને ઉંબેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉંબેર ગામ મા અંડર 14 વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ટેલેન્ટ સર્ચ નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કુલ દક્ષિણ ગુજરાતની 8 ટીમો એ ભાગ લીધો હતો.
ફાઈનલ મેચ આર.ડી. ક્રિકેટ એકેડેમી- નવસારી અને દમણ ક્રિકેટ એકેડેમી વચ્ચે રમાઈ હતી,
જેમા દમણ ક્રિકેટ એકેડેમી એ પ્રથમ બેટિંગ કરતા 40 ઓવરમાં 162 રન કર્યા હતા, દમણ તરફથી અરમાન જાગીદ 55 રન કર્યા હતા અને આર્યન પટેલ એ 3 વિકેટ લીધી હતી જેના જવાબ મા આર.ડી.ક્રિકેટ એકેડેમી 34.3 ઓવરમાં 163 રન પૂરા કરી વિજય બની હતી જેમા ઓમ પટેલે 80 રન કર્યા હતા, ઈનામ વિતરણ મા શ્રેષ્ઠ બેટ્સમેન, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઓમ પટેલ, બેસ્ટ બોલર કવિર દેસાઈ અને બેસ્ટ ફિલ્ડર નીવ ભંડારી ને આપવામા આવ્યુ હતુ.
Commentaires