શ્રીમતી ભાવિની મયુર ગોળવાલાનું એવોર્ડ આપી જાહેર સન્માન
- Praja Pankh
- Mar 9, 2021
- 1 min read
સચિન : તારીખ 8 3 2021, મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે એક દિવસ પહેલા બ્રહ્માકુમારીસ સચીન જીઆઇડીસી પાસે આવેલ કેન્દ્ર ઉપર આજે સેવાના કામમાં જોડાયેલ મહિલાઓને પ્રોત્સાહન આપવા “નારી-સમાજ કી વાસ્તવિક વાસ્તુકાર” નામક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનો દ્વારા ગ્લોબલ ડિવાઈ વુમન આઈકોન એવોર્ડ આપી જાહેર સન્માન, આજના મુખ્ય મહેમાન સુરત સાંસદ દર્શનાબેન જરદોષ તેમજ માજી મેયર અસ્મિતાબેન શિરોયા, ડીસીપી પન્નાબેન મોમઇયાં અને ડોક્ટર પારૂલ વડગામા હસ્તે કરાયું હતું. શ્રીમતી ભાવિની મયુર ગોળવાલા ને પણ સન્માનિત કરવામાં આવ્યા તે અંગે ની તસ્વીર દ્રશ્યમાન થઈ રહી છે. ભાવિની ગોળવાળા જોય ઓફ ગિવિંગ ગ્રુપ તથા ડ્રોઈંગ ચિત્રકામ માં પણ પોતાના સ્વજનો અને પરિવારના સભ્યો ને ભારતના અલગ-અલગ રાજ્યોમાં અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય દેશ-પ્રદેશ લેવલ પર તેઓના ચિત્ર ડ્રો કરી સેવા આપી રહ્યા છે અને દરેકને મોટિવેટ કરતાં રહે છે જેથી બ્રહ્માકુમારીસ સચીન દ્વારા મહિલા અંતરરાષ્ટ્રીય ફંક્શનમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો.
Comments