શ્રી આશાપુરા માતાની 24 મી સાલગીરા તલંગપુર ખાતે ઉજવાઇ
- Praja Pankh
- Feb 25, 2021
- 1 min read
પ્રજાપંખ સચિન :- સુરત માં સમાવેશ થયેલ વોર્ડ નંબર 30 માં આવેલ તલંગપુર ખાતે શ્રી આશાપુરા માતાની 24 મી સાલગીરા ધામધુમથી ઉજવાઇ હતી, કોળી સમાજ નો વસવાટ અહી વર્ષોથી હોય કોળી સમાજની કુળ દેવતા સ્થાનિક આશાપુરા માતાનું મંદિર પણ અસ્તિત્વ ધરાવે છે અહી સમાજના પરિવારો મંદિર પર પધારી દર્શન સાથે એમના શ્રદ્ધાનુસાર પૂર્ણ થયેલ મનોકામનાની માતાની માનતા પૂર્ણ કરે છે. દર વર્ષની જેમ આજે એક્તા ગ્રૂપના સદસ્યો, શાળાના બાળકો, શિક્ષક પરિવાર, ઉપરાંત જે દરેક ઘરની દીકરીના લગ્ન થયા હોય તેઓને પણ આ સાલગીરામાં વિશેષ દર્શન માટે ખાસ નિમંત્રણ આપવામાં આવે છે. આમ તો કોળી સમાજ દરિયા કાંઠા વિસ્તારમાં સ્થિત રહે છે. કોળી સમાજ મૂળ ખેડૂત અને દરિયાખેડુ પણ છે. આજે સહુથી વધુ ખેડૂતો છે અને હવે ખૂણે ખૂણે શિક્ષણ સ્તર વધતાં ભણીગણીને હવે નોકરિયાત વર્ગમાં પણ વધારો થયો છે.

આજના તલંગપુરના આશાપુરા માતાજીનાં 24માં સાલગીરા દરમિયાન ગામના આગેવાનોમાં બીજેપી સુરત સંગઠન મંત્રી ભીખુભાઈ પટેલ, માજી સરપંચ જયેશભાઇ પટેલ, માજી સદસ્ય ધર્મેશ પટેલ, યુવા કિર્તિ પટેલની સમગ્ર યુવા ટિમ તેમજ અન્ય મહાનુભાવો તથા વિશેષ એક્તા ગ્રૂપના સદસ્યો, શાળાના બાળકો, શિક્ષક પરિવાર, સ્થાનિક ઘરની દીકરીઑ કે જેમના વિવાહ થયા હોય તેઓ ની પણ ઉપસ્થિતી રહી હતી. સહુ માતજીના ભાવિક ભક્તોએ કુળ દેવીના દર્શન કરી આરતી કરીને પ્રસાદી લીધી હતી. આજના દિવસે સમગ્ર ગ્રામવાસીઓની પ્રસાદી અહી રાખવામા આવે છે આ વખતે કોઈ મોટા કાર્યક્રમો કોરોનાના લીધે રાખવામા આવેલ નથી, એવું ભીખુભાઈ પટેલે જણાવ્યુ. . .









Comments