શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ દિવસ સપ્તાહ ઉજવણી રૂપે કનસાડને નવો ગાર્ડન મળશે
- Praja Pankh
- Jul 12, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે અષાઢી બીજનાં દિને સાઉથ ઝોન ખાતે ( ઉધના ) વિસ્તારમાં સમાવિષ્ટ કનકપુર - કનસાડ નગરપાલિકામાં ( પાલી- સચીન- કનસાડ આવેલ કેનાલવાળી જગ્યામાં નવો ગાર્ડન ડેવલોપ કરવા ના કામનું આજ રોજ સચીન રેલવે સ્ટેશન પાસે, કનકપુર રેલવે ગરનાળા નજીક, ઉમંગ રેસીડેન્સીની બાજુમાં, કનસાડ ખાતે અષાઢી બીજના શુભ દિને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...
આ શુભ પ્રસંગે સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા,ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપુત, સુરત મહાનગર પાલિકાના વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સુરત જિલ્લા અધ્યક્ષશ્રી સંદીપ દેસાઈ, ઉચ્ચઅધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Comments