શંકાસ્પદ ચોરીના મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રીક વસ્તુઓ સાથે આરોપીને ઝડપી પાડતી સચીન પોલીસ.

સચિન પ્રજાપંખ: મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝન નાઓએ મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુના શોધવા તથા મોબાઈલ સ્નેચીંગ ચોરીના તથા અન્ય ચોરીના બનતા બનાવો અટકાવવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે સચિન પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ તથા અ.પો.કો વિક્રમભાઈ ગોવિંદભાઈ બ.નં-૧૫૭૦ નાઓની બાતમી આધારે એક આરોપીને શંકાસ્પદ ચોરીના મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રીક વસ્તુઓ સાથે ઝડપી પાડી બેસ્ટ કામગીરી કરી છે. આ ચોરીના મોબાઈલ સાથે આરોપી
ગોલુ S/O મેબરશા ગુજરીયા ઉવ-૨૦ ધંધો-મજુરી રહેવાસી- દુરદર્શન ટાવર ની સામે ઝુપડપટ્ટી મા સુડા સેક્ટર ૧ સચીનને પકડી આગળની કાર્યવાહી કરી છે. વિવિધ કંપનીના કબ્જે કરેલ મોબાઇલ ની કુલ્લે કિ.રૂ.
૪૦.૫૦૦/ તથા કબ્જે કરેલ ઈલેક્ટ્રીક ચીજ વસ્તુ ની કુલ્લે કિ.રૂ. ૧૦.૦૦૦/આમ રૂ.૫૦,૫૦૦/ના મુદ્દા માલ સાથે ઝડપાયેલા આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી સચીન પો.સ્ટે. સ્ટે.ડા.એ.નં.૦૪/૨૦૨૧ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ ગુન્હો દાખલ કર્યો છે. આ બેસ્ટ કામગીરીમાં સામેલ સચિનના પોલીસ અધિકારી અને કર્મચારીઓમા
જાતે સચિન પો.ઇન્સશ્રી કે.બી.ઝાલા
પો.સ.ઇન્સશ્રી એચ.જે.મચ્છર, અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪, અ.પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ બ.ન.૧૬૬૦, અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં.૧૪૧૬ અને અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં-૧૫૭૦ હતાં.



Comments