top of page

વિશ્વ ધરતી દિવસ(World Earth Day) ૨૨-એપ્રિલ-૨૦૨૫નો ઉજવણી કાર્યક્રમ ઉજવાશે.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 20
  • 1 min read
શાળાઓ / કોલેજના વિધાર્થીઓને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે.
શાળાઓ / કોલેજના વિધાર્થીઓને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે.

પ્રજા પંખ સુરત: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ(MOES), નવી દિલ્હી અને જયભારતી ફાઉન્ડેશન -સુરત ( District Community Science Centre Surat) દ્વારા અને DEO સુરત, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-ગાંધીનગર, વિજ્ઞાન ગુર્જરી જેવી સંસ્થાઓના સંયુક્ત સંકલનથી તા. ૨૧-૨૨ એપ્રિલ-૨૦૨૫ના રોજ વિશ્વ ધરતી દિવસની ઉજવણીનું આયોજન શ્રીમતી કે. વી. માંગુકિયા દિવ્યસાધના વિદ્યાલય, જોથાણ શૈક્ષણિક સંકુલ ખાતે કરેલ છે.આ ઉજવણીમાં કાર્યક્રમ હેઠળ આપણી ધરતીની સુરક્ષા અને સંરક્ષણ માટે આ વર્ષની મુખ્ય થીમ "Renewable Energy for sustainable Future" આધારિત જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. શાળાના વિધાર્થીયો દ્વારા જનજાગૃતિ જાહેર રેલી/ માનવ સાંકળ, વૃક્ષા રોપણ, ચિત્ર (Poster), સુત્રોનું લેખન સ્પર્ધાઓ, ઊર્જા બચત અને પુન: પ્રાપ્ત ઊર્જા અંગે વિવિધ વર્કિંગ મોડેલનું પ્રદર્શન તેમજ મોબાઈલ વાનનું ડેમોન્સ્ટ્રેશન અને ટેકનીકલ માર્ગદર્શન, ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, સેમીનાર/પેઝેન્ટેશન વગેરે પ્રવૃતિઓ સાથે ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય આશય આપણી ધરતી તમામ જીવ સૃષ્ટી માટે રહેવા અને જીવવા લાયક સુરક્ષિત રહે, જે માટે અન્ય શાળાઓ / કોલેજના વિધાર્થીઓને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. જી. એન. કાકડિયા,ડાયરેકટર/ ચેરમેનશ્રી એ જણાવ્યું છે. ૭૫૬૭૯૨૪૫૦૧ વધુ વિગત માટે સંપર્ક

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page