વિશ્વ દિવ્યાંગ દિને સચિનના બ્રહ્મા કુમારી ધામ આંગણે દિવ્યાંગોનો સેવા સન્માન યજ્ઞ યોજાયો.
- Praja Pankh
- Dec 4, 2021
- 2 min read
વિશ્વ દિવ્યાંગ દિન કાર્યક્રમનું દિપ પ્રજ્વલિત કરતાં પદ્મશ્રી કનુભાઇ ટેલર – મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ સમાજ, દિવ્યાંગ સેવા તરફ જોડાય તે હેતુ ને સિધ્ધ કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા દેશના અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ તથા અન્ય દિવ્યાંગ મિત્રોને એવોર્ડ સમાન પારિતોષિક અર્પણ કરી સન્માન કરાયું.
પ્રજાપંખ : બ્રહ્મા કુમારી સચીન ખાતે યોજાયેલા દિવ્યાંગ મિત્રજનોના સેવા સન્માન યજ્ઞ કાર્યને બિરદાવતા મહેમાનોએ જણાવ્યું હતુ કે, વિશ્વમા સ્થાપિત પ્રજાપિતા બ્રહ્મા કુમારી સંસ્થાની દીદીઓ દ્વારા સર્વજન સુખાય, સર્વજન હિતાય માટેનું પુણ્યનું અતિપ્રિય કાર્ય થઈ રહ્યું છે જેમાનું આજનુ આ એક છે. આજના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક શ્રી કનુભાઇ હસમુખભાઇ દરજી ગુજરાતના એક ભારતીય શારિરીક રીતે દિવ્યાંગ સમાજસેવક અને ભારત સરકારની બિનસરકારી સંસ્થા, ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઇન્ડિયાના સ્થાપક છે, શારીરિક રીતે દિવ્યાંગ લોકોના ઉત્થાન માટે હમેશા કાર્યરત છે. તેઓને ભારત સરકારે 2011 માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેઓએ આજે વડા પ્રધાન નરેંદ્રભાઇ મોદીજીને યાદ કરી કહ્યુ કે, વિશ્વ સમાજને મોદીજીએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, આ સાથે માજી મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, ઉધોગપતિ સુધા ડાઇંગ એંડ પ્રિંટીંગનાં વિનોદભાઈ પાલીવાલ, સ્પે.ગેસ્ટ નેશનલ સ્પોર્ટ કોડીનેટર ડો.જીગરભાઇ, વિજય પતાકા સિંથેટીક,સાઉથ ગુજ. એમ્બ્રોડરી એશો. અને પાસ્ટ પ્રેસિડેંટ રોટરી સચીન સંજય જૈન, માવજત પેરેંટ્સ એશો. ના નિલેશભાઇ વ્યાસ, ફિટ્નેક્ષના રોહિતભાઇ જૈસ્વાલ, જેવા અનેક મહાનુભાવો મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા દેશના અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ તથા અન્ય દિવ્યાંગ મિત્રોને એવોર્ડ સમાન પારિતોષિક અર્પણ કરી સન્માન કરાયું હતું. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઇન્ડિયાના સ્થાપક કનુભાઇ ટેલરે કહ્યું કે, સમાજની સેવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહ્યા છે પ્રજાપતિ બ્રહ્માકુમારી, તેમણે વિશ્વ દિવ્યાંગ દિને સવિતા દીદી અને રીના દીદીનાં દિવ્યાંગજનોને દિવ્યાંગ થી સર્વાંગ બનાવવા માટે સમાજને આગળ આવવાનાં યોજાયેલા આવા માનવતાનાં કાર્યને બિરદાવ્યું હતું, આજનાં વિશ્વ ડીસેબલ ડે – 2021- કાર્યક્રમને સફળ બનાવવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિધ્યાલયે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇંડીયા અને માવજત પેરેંટ્સ એશોસિયેશનના સૉજન્યથી ટુંકા સમયમા વધુ સેવા તથા સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે. રીનાદીદીએ સહુ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું જ્યારે સવિતા દીદીએ આવકારતાં કહ્યું કે, આપણે દિવ્યાંગ શરીરથી છીએ પણ મનથી તો સહુથી આગળ છીએ અને ત્યારેજ આટલી બધી વિવિધ કલાઓની શક્તિ આપણાં દિવ્યાંગ મિત્રોમાં છે. કુદરતી કે કૃત્રિમ રીતે શરીરમાં દિવ્યાંગતા ભોગવતા માનવોની સહાયતા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સરકારના વિભાગો સતત કાર્ય કરતા હોય છે. વિશ્વ દિવ્યાંગ દિને ખાસ આજે પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થા સચીન દ્વારા દિવ્યાંગ મિત્રોને સમાજમાં એક ઉંચેરુ સ્થાન મળે એવી ભાવનાથી અહી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ દિને અનેક વિધાર્થીઓ દ્વારા આવા બાળકો માટે ખુબજ સુંદર સાંસ્ક્રુતિક કાર્યક્રમોનુ પણ આયોજન કર્યું હતુ. તદુપરાંત દિવ્યાંગતાં જાગૃતિ વિશે પધારેલ મહેમાનોએ પોતાના પ્રવચનોમાં કહ્યું હતું. આજના વિશ્વ વિકલાંગ દિન નિમિતે દિવ્યાંગોને સમાજમાં આદર અને સન્માન સાથેનું સ્થાન મળે અને તેમને પણ સ્વનિર્ભર બનાવવા માટેનો સંદેશો કનુભાઇ ટેલર તથા સવિતા દીદી અને અન્યો મહેમાનો દ્વારા અપાયો હતો. માજી મેયર શ્રીમતી અસ્મિતાજીએ, સવિતા દીદી અને રીના દીદીએ કહ્યું કે, આ બાળકોને સમાજમાં સૌવ કોઈ ઓળખે અને એ પણ એક સમાજનું જ અંગ છે, આ મિત્રો શરીરથી દિવ્યાંગ છે પરંતુ મન અને બુધ્ધિથી સહુથી આગળ છે. વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીનો હેતુ સમાનતા, સહભાગીતા અને સહકારીતાનો છે. જે મુજબ દિવ્યાંગ વ્યકિતઓને સમાજમાં માનભેર રહેવા તેમજ દરેકમાં સહભાગી થવાનો પુરતો હકક અને અધિકાર છે, આવા વ્યકિતઓના શિક્ષણ અને પુનઃવર્સન માટે સરકાર દ્વારા ખુબ સારા પ્રયત્નો થઈ રહયા છે. આજના આ કાર્યક્રમમા દિવ્યાંગ મિત્રો માટે સમાજમાંથી અનેક લોકો જોડાય અને આ દિવ્યાંગ મિત્રો અને બાળકોનું ઉત્થાન કરવામાં મદદ કરે એવી આશા વ્યકત કરી હતી.
Comments