વાવાઝોડાના વરસાદે મોઠા ગામની ગૌ શાળાને જમીન દોસ્ત કરી દેતા ગૌ વંશ બેઘર બન્યા...
- Praja Pankh
- Jul 21, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : એક કહેવત છે "વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં" જેથી ઉપરવાળો બધાને ભક્તિ પ્રમાણે ગતી ની શક્તિ આપેજ છે. કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્યામ તથા આત્મીયવીલા મહિલા મંડળે ગૌ વંશ અને ગૌશાળા બનાવવાની પહેલ મૂકતા દાનની મહિમા વરસી છે. હાલના વાવાઝોડામાં જી.ગીર સોમનાથ, તા:ઊના ના મોઠા ગામ ની "શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા" કે જેમાં અંદાજે 100 થી 125 જેટલા નિરાધાર ગૌવંશ આશરો લઈ રહી છે, તે ગૌશાળા આ વિનાશક વાવાઝોડા માં સંપૂર્ણ પણે જમીનદોસ્ત થઈ જતાં ગૌ વંશો માટે નવી ગૌ શાળા જરૂરી છે, જેથી ફરી નવી બનાવવા શ્રી આદી જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ* હ.જયેશભાઈ શાહના સંપૂર્ણ સહયોગથી "કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ" ના પ્રયત્ન અને માધ્યમથી મોઠા ગામ ની આ શ્રી રાધેકૃષ્ણ ગૌશાળાના પુનઃનિર્માણ માટે ફુલ નહીં તો ફુલોની પાંખડી રૂપે તા.૧૬/૦૬/૨૧ ના રોજ ૫૦,૦૦૦/- અને તા:-20-7-2021 ના રોજ ૫૦,૦૦૦/- ગૌસેવા માં અર્પણ કરવામાં આવ્યા છે જેનાથી નવી ગૌ શાળા નું બાંધકામ શરૂ થશે, હજી કોઈ દાનવીરો સંપર્ક કરી શકે છે 09712194261 / ૦૯૭૧૨૧૯૪૪૯૫ આ વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર ની તમામ ગૌશાળા ના માહિતી મેળવવા સંપર્ક પણ આપ 9979734508 રમેશભાઈ ભગત 9925028428 વિજયભાઈ જસાણી તેમજ વધુ માહિતી મેળવવા 09924563354 રમેશભાઈ રૂડાણી નો સંપર્ક કરી શકો છો એવું રમેશભાઈ રૂડાની ગૌ સેવકે જણાવ્યું છે.



Comments