વોર્ડ-30 માં છોટૂભાઇ પાટીલનો જન્મ દિવસ સેવા કાર્ય સાથે ઉજવાયો
- Praja Pankh
- Apr 16, 2022
- 1 min read

શ્રી છોટૂભાઇ ઇ. પાટીલના 58 મા જન્મ દિને સરદાર પટેલ આશ્રમ શાળા પારડીના બાળકો માટે પ્રિતિ ભોજની વ્યવસ્થા કરાઇ
સચિન : ભુત પુર્વ નગર સેવક, ભાજપા સંગઠનના માજી ઉપપ્રમુખ, હાલમા પી એ સી મેમ્બર ઇંડિયન રેલ્વે બોર્ડ અને આજે 108 ના નામથી જાણીતા એવા તથા માનનિય સાંસદ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીના માર્ગદર્શનને હમેશા સન્માન આપનારા છોટુભાઇ કે નામ જેનુ છોટુ પણ કામ મોટૂ કરતા રહેતા સહુના પ્રિય છોટૂભાઇ ઈ. પાટીલજીના 58માં જન્મ દિને ગત રોજ વોર્ડ 30 ભાજપા દ્વારા સચીન ખાતેની પારડી આશ્રમ શાળામા 250 બાળકો માટે ખાસ પ્રિતિ ભોજની વ્યવસ્થા કરાઇ હતી અને એ ફુલ જેવા બાળકોએ છોટૂભાઇનું સ્વાગત જન્મ દિવસની મુબારકબાદી આપી કર્યું હતું જેમણે છોટુભાઇ પાટિલ અને એમના ધર્મપત્ની તથા મનપા ના બાંધકામ ચેરપર્સન રોહિણિબેન પાટીલ સાથે વોર્ડ 30 ના પદાધિકારીઓ અને નગર સેવકોએ બાળકોને ભાવપુર્વક જમાડ્યા હતાં. આમ વોર્ડ-30 ભાજપ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ સેવા કાર્યો કરી છોટુભાઇ પાટીલનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ જન્મ દિવસ નિમિત્તે હસમુખ નાયકા ચેરમેન કાયદા સમિતિ મનપા, ચિરાગસિંહ સોલંકી સદસ્ય ટીપી સમિતિ મનપા, પિયુશા પટેલ સદસ્ય બાંધકામ સમિતિ મનપા,રીનાદેવી રાજપૂત, સદસ્ય પાણી સમિતિ મનપા તથા ગુજરાત ઉત્તર ભારતિય સેવા સમિતિ પ્રમુખ અજીતસિંહ રાજપૂત, તથા ડબ્લ્યુભાઇ, વોર્ડ-30 સંગઠન પ્રમુખ દિપક ચૌધરી, ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, વોર્ડ નં.30 ભાજપા યુવા મોરચા પ્રમુખ નિરવ દેસાઈ, વોર્ડ નં.30 ભાજપા મહીલા મોરચા પ્રમુખ દિપીકાબેન પટેલ, સુરત શહેર બક્ષીપંચ મોરચા ના કારોબારી સભ્ય ધનસુખભાઇ પટેલ, ભરતભાઈ પટેલ, તથા ડબલું સીંગ, નિતીન પંચાલ રેલ્વે સલાહકાર સમિતિ અને અન્ય સમાજના અગ્રણી પ્રકાશ ભાવસાર તથા શાળા પ્રિંસીપાલ વિમલ ભટ્ટ તથા સમગ્ર ટીચર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Comments