વોર્ડ- 30માં “કોંગ્રેસનો હાથ ગરીબો સાથ” સ્લોગન સાથે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થયો॰
- Praja Pankh
- Feb 14, 2021
- 1 min read
પ્રજાપંખ સચિન:કોંગ્રેસનાં વોર્ડ-30પ્રમુખ જયેશભાઇ દેસાઈના જણાવ્યાનુસાર હાલ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે સુરત શહેરમાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભારે દોડધામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને સામેથી ઘરે ઘરે આવકાર મળી રહ્યો છે. આજે કનકપુરમાં આવતા જ લોકોનો સારો એવો આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. સામે પક્ષે ભાજપે આપેલા વચનો પૂરા નથી થયાની વાતો પણ મતદારો કહી રહ્યા છે. જેથી આ વખતે મતદાન કોંગ્રેસ તરફેણમાં રહેશે તો નવાઈ નહીં. સુરત શહેરમાં વોર્ડ નંબર 30 કનસાડ, સચિન, ઉન અને આભાવા માટેના કોંગ્રેસ પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કનકપુરના રાજમાર્ગ પર વોર્ડ 30ના પ્રમુખ જયેશભાઇ દેસાઈના સાનિધ્યમાં અને ઉમેદવારો મનોજસિંહ પરમાર, સુરજ પટેલ, શીતલબેન ભરવાડ, રૂક્સાના બાનું અને પીઢ રાજકારણી એવા બાબુકાકાના હસ્તે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામા આવ્યુ હતું. બીજી બાજુ જોતાં હવે સચિન ખાતે સ્થાનિક સ્તરે રાજકારણમાં બહુ ગરમાવો આવી ગયો છે. મધ્યસ્થા કાર્યાલયના ઉદઘાટનમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
Comments