વોર્ડ ૩૦નાં કોર્પોરેટરો દ્વારા પાણી આપવાની દરખાસ્ત ફાઇલને પાણી સમિતિએ લીલી ઝંડી આપી......
- Praja Pankh
- Apr 17, 2022
- 1 min read

સચિન : વોર્ડ ૩૦ નાં ચારે કોર્પોરેટર
ચેરમેન કાયદા સમિતિ હસમુખ નાયકા, ટીપી સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, બાંધકામ સમિતિ સદસ્ય પિયુશાબેન પટેલ અને પાણી સમિતિ સદસ્ય રીના દેવી રાજપૂત હંમેશા સંકલનમાં રહી
સ્થાનિક વિકાસના કામોને હંમેશા પ્રાધાન્ય આપતાં આવ્યા છે અને સ્થાનિકોની વર્ષો જૂની અન્ય સમસ્યા સાથે પીવાના પાણીની સમસ્યા બાબતે પણ વધુ ધ્યાન આપી રહ્યા છે. ગત રોજ મળેલ પાણી સમિતિની બેઠકમાં પાણી સમિતિ સદસ્યા શ્રીમતી રીનાદેવી અજીતસિંહ રાજપૂતે અન્ય પ્રશ્નોની જેમ વોર્ડ ૩૦માં પાણી માટે ધારદાર રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈ પાણી સમિતિની મળેલ ગત રોજની મિટિંગમાં મુદ્દા નંબર ૧૫. અને ૧૬ પર ચર્ચા કરી થઈ હતી. જેમાં મ્યુ.ક.શ્રીનો તા.૫–૪–૨૦૨૨ નો પત્ર, સાઉથ ઝોન-બી, નવા વિસ્તારો પૈકી કનકપુર–કનસાડ, પાલી, સચિન અને પારડી—કણદે સંલગ્ન વિસ્તારોમાં તથા ડ્રા.ટી.પી.સ્કીમ નં.૫૯(ઉન), ડ્રા.ટી.પી.સ્કીમ નં.૬૭ (જીયાવ–સોનારી ગભેણી), ગભેણી ગામતળ, બુડીયા ગામના વિસ્તારોને પાણી પુરવઠો પુરો પાડવા હયાત નેટવર્કને રીવ્યુ કરી, તેના સ્ટ્રેન્થનીંગ, નવી ફીડર લાઈન, રાઈઝીંગ મેઈન લાઈન સહિતનું વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વોટર સપ્લાય સીસ્ટમ મૂજબ ડીઝાઈન કરવા માટે કન્સલ્ટન્સીનું કામ ઉકત વિસ્તારના વિવિધ લોકેશનો પર હાઉસ સર્વિસ કનેક્શન અને વોટર સપ્લાય માટે ચારે કોર્પોરેટર ની માંગણી મુજબ પાણી સમિતિમાં અધ્યક્ષશ્રી અને સદસ્યો દ્વારા સર્વાનુમતે અધિકૃત કરી મંજૂરીની મોહર મારવામાં આવી. હવે પાણી સમિતિ દ્વારા સ્થાયી સમિતિની વધુ મંજૂરી અર્થે મનપા ખાતે આગળ આ દરખાસ્ત ફાઈલ મોકલી આપવામાં આવી છે. જેથી મંજૂરી મળેથી વોર્ડ ૩૦ નાં ઉપરોક્ત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ જશે એવું કોર્પોરેટર અને પાણી સમિતિ સદસ્યા રીનાદેવી અજિતસિંહ રાજપૂતે જણાવ્યું છે. આ બાબતે સાથી કોર્પોરેટરોનો પણ રીનાદેવીએ આભાર માન્યો છે અને આ પાણીની સમસ્યા હલ થશેના વાવડથી સમગ્ર વોર્ડ નંબર ૩૦ માં આનંદની લાગણી પ્રસરી છે.
Comments