top of page

વોર્ડ નં. 30 ના નવનિયુક્ત કોર્પોરેટરોનું રોટરી કૉમ્યુનિટી કોર્પસ લાજપોર સચિન દ્વારા ભવ્ય સન્માન...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 4, 2021
  • 2 min read

Updated: Apr 5, 2021



પ્રજાપંખ સચિન :- આજે સચિન પબ્લિક સ્કૂલ ખાતે આર સી સી લાજપોર દ્વારા વોર્ડ 30 ના કોર્પોરેટરોમાં કાયદા ચેરમેન હસમુખભાઇ નાયકા, ટી.પી. સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત, બાંધકામ સમિતિ સદસ્ય પિયુષા બેન પટેલ અને ગુજરાત પ્રદેશ આમંત્રિત સદસ્ય અનુબેન જયરાજબા કુંવરબા સોલંકી તેમજ ચોર્યાસી તાલુકા પંચાયત સદસ્ય ઇમરાનભાઇ બુલબુલિયા અને રાજસ્થાન અગ્રણી કિશન ગઢવીનું આમ સહુ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાવી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે આર સી સી ના સદસ્યો અને રાજસ્થાનના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન આર સી સી ઉપપ્રમુખ સુખરામભાઇ ચૌધરી એ કર્યું હતું ત્યારબાદ મહેમાન પરિચય પાસ્ટ પ્રમુખ પ્રકાશ ભાવસારે આપ્યો હતો ત્યારબાદ પધારેલ મહેમાનોમાં અનુબેન ઉર્ફે જયરાજબા કુંવરબા કે જેમણે ગુજરાત પ્રદેશ ભાજપામાં આમંત્રિત સદસ્ય તરીકે નિમણૂક થઈ છે તેમણે પોતાના પ્રવચનમાં સમગ્ર સન્માન કાર્યક્રમ વિષે આભારની લાગણી વ્યક્ત કરી હતી સાથે ઇમરાનભાઈ બુલબુલિયા સદસ્ય ચોર્યાન્સી તાલુકા પંચાયતે પણ પોતાના સન્માન વિષે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે અજીતસિંહ રાજપૂત પ્રમુખ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ સુરત અને ભરતભાઈ પટેલ (બુડીયા-સામાજિક કાર્યકર્તા) નું પણ પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાવી અભિવાદન કર્યું હતું. આમ સહુ પધારેલ મહેમાનોએ આર સી સી લાજપોરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાબતે સમગ્ર કાર્યક્રમ કોવિડ-19 ના ગાઈડ લાઇન પ્રમાણે રહ્યો હતો અંતે પાસ્ટ પ્રમુખ દીપિકાબેન ભાવસારે સમગ્ર રોટરી કૉમ્યુનિટી કોર્પસ લાજપોર (આર સી સી) ની કઈ કઈ કામગીરી હોય છે સમાજને આર સી સી શું મદદ કરે છે તે વિષે સંપૂર્ણ માહિતી આપી આભાર વ્યક્ત કર્યો હતો અને આપ સહુ હમેશા અમારા સામાજિક કાર્યક્રમોમાં કાર્યક્રમની શોભા વધારતા રહેશો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ વેક્સિન ની કામગીરીમાં રોકાયા હોવાથી સન્માન પ્રત્યે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમમાં સેક્રેટરી ભવરલાલ કાપડિયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર સન્માન સમારોહના અધ્યક્ષ આર સી સી પ્રમુખ ગુલામ ફારૂક શેખ હતાં. . . 4-4-21


 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page