વોર્ડ નંબર 30 માં છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાનુ શરૂ. . . .
- Praja Pankh
- Feb 19, 2021
- 2 min read
ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે, સચિન પોલીસ મક્કમ
પ્રચાર બંધ થયા બાદ રાતથી દરેક પક્ષો ડોર ટુ ડોર અને ખાટલા બેઠક યોજી અમારા પક્ષને મત આપો બાબતે સમજાવવાની કોશિશ કરશે. સચિન પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે. કોઈને ઇજા પોહચાડે એવા સાધનો સાથે કોઈ ઝડપાશે તો કાયદાકીય પગલાં ભરાશે. સોશિયલ મીડિયા પર પણ નજર રખાઇ રહી છે. બીજીબાજુ કોવિડ-19 એ માથું ઊચકતા આરોગ્ય વિભાગે પણ કોરોના ના નિયમો પાળાવની સૂચનાઓ જાહેર કરી છે.

પ્રજાપંખ સચિન : ચૂંટણી આયોગની સૂચના મુજબ આજે સાંજે 5 કલાકથી તમામ પક્ષોના પ્રચાર પ્રસાર બંધ થઈ જશે. ત્યાર બાદ ડોર ટુ ડોર અને ખાટલા બેઠક યોજી પક્ષો અને ઉમેદવારો અમને મત આપો બાબતે સમજાવવાની કોશિશ કરશે. તે પહેલા આજે સવારથી વોર્ડ-30ના સચિન વિભાગમાં ત્રણે પક્ષોની ફોર વ્હીલર સાથેની બાઇક રેલી સારા એવા કાર્યકરો સાથે યોજાઇ હતી. અનેકોએ ખેસ પહેર્યા પરંતુ મોહ પર માસ્ક ન પહેરી કોવિડ-19ના નિયમોને નેવે મૂકી દીધા હતા. આજ સાંજ સુધી પ્રજાને રીઝવવાનો દરેક પક્ષનો જોરદાર પ્રચાર થઇ રહ્યો છે. આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતવા ત્રણે પાર્ટી જેમ કે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી પોતે એડીચોટીનું જોર લગાવી રહી છે. યાદ રહે બે દિવસ બાદ મતદાન થવાનું છે. બાઇક રેલીઓમાં ભાજપ, આપ અને કોંગ્રેસમાં અનેક નેતાઓ, કાર્યકર્તાઓ, ટેકેદારો નજરે પડી રહ્યા છે. અનેક સ્થળોએ રેલીમાં ભાવવધારના બેનરો સાથે કોંગ્રેસે રેલી કાઠી છે ના સમાચાર પણ છે.
બીજી બાજુ સુરત અને નગરમાં શાંતિ અને સલામતિનો માહોલ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું બહાર પાડી 20 ફેબ્રુયારીથી 06 માર્ચ સુધી હથિયારબંધી જાહેર કરી છે. જેથી સચિન પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે. સહુ પર ચાંપતી નજર રખાઇ રહી છે. પ્રોહીબ્રિશેનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન.એ. દેસાઇના માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની સાથે સ્ટાફ ગત રોજ થી પેટ્રોલિંગમાં રહે છે ત્યારે વોચ રાખી બે દિવસમાં લાખોનો દારૂ ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે. તોમરે જાહેરનામાં પ્રમાણે કોઈને ઇજા પોહચાડે એવા સાધનો સાથે કોઈ ઝડપાશે તો કાયદાકીય પગલાં ભરાશે. આ બાબતે સચિન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. રાઠોડ, પી.એસ.આઈ. મકવાણા અને પી.એસ.આઈ. મચ્છર અને પી.એસ.આઈ. સંગાડા દ્વારા અને એલ આઈ બી દ્વારા આવા તત્વો અને સોશિયલ મીડિયા પર નજર રખાઇ રહી છે. બીજીબાજુ કોવિડ-19 એ માથું ઊચકતા આરોગ્ય વિભાગે પણ કોરોના ના નિયમો પાળાવની સૂચનાઓ જાહેર કરી છે.
Comentários