વોર્ડ નંબર 30માં પણ 60 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ.
- Praja Pankh
- Mar 5, 2021
- 2 min read
પ્રજાપંખ સચિન : સરકારની ગાઈડ લાઇન પ્રમાણે સુરત જિલ્લા પંચાયત હસ્તકના પી એચ સી સેન્ટર સચિન અને લાજપોર તથા કનકપુર ખાતે સ્થાનિક 60 વર્ષથી વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોને ગત રોજથી કોરોના રસીકરણનો પ્રારંભ સવારે 10:00 થી બપોરે 02:00 સુધી કરવામાં આવી રહ્યો છે. કનકપુર ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે નાની જગા હોવાથી તકલીફ થતી હતી. જેની જાણ વોર્ડ નંબર 30 ના કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીને થતાજ કનકપુર હેલ્થ સેન્ટરમાં વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ન પડે જે માટે ચિરાગસિંહ સોલંકીએ ઉધના ઝોન લેવલે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને કનકપુર કૉમ્યુનિટી હોલ ખાતે સ્થાનિક તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈ નાની તકલીફ ન પડે એ રીતે રસીકરણની વ્યવસ્થા તાત્કાલિક ગોઠવી આપી હતી,સાથે પોતે રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યું અને સહુ રસી લેનારોઑને વિશેષ શુભેચ્છા પણ રૂબરૂ આપી હતી. અહી આજે શરૂઆતમાં બપોર સુધી 50 થી વધુ વરિષ્ઠ નાગરિકો આ રસીકરનનો લાભ લેશે. હેલ્થ સેન્ટરના ડોકટર સિદ્ધાર્થ મહેતાએ કહ્યું કે,કૉમ્યુનિટી હોલમાં અમે બધીજ વ્યવસ્થા કરી છે. આવનારા વરિષ્ઠ નાગરિકોએ જમીને કે નાસ્તો કરીને આવવાનું છે. સાથે આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડ અથવા અન્ય પુરાવા લાવવાના હોય છે. જેથી 1960 કે તે પહેલા જન્મેલના રજીસ્ટ્રેશન થાય છે. 60 થી નાની ઉમરને કોમ્યુટર ના પાડે છે. આ પ્રક્રિયામાં 7 મિનિટ જાય છે પછી જ રસીના ડોઝ એક મિનિટમાં આપી શકાય છે. બાદમાં આપે 30 મિનિટ અહી અમારી ઓબ્જર્વેશનમાં રહેવું પડે છે. અહી આ રસી સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. પ્રાઈવેટ માન્ય હોસ્પિટલોમાં 100+150 કુલ 250/- રૂપિયા ચુકવવાના થાય છે. જ્યારે અહી આ રસી ટીકાકરણ ફ્રી છે અને જાહેર રજાના દિવસે તથા શનિવાર,રવિવાર સોમવાર અને બુધવારે બંધ રહેશે. અહી જોઈ શકાય છે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો રસીકરણ માટે કૉમ્યુનિટી હૉલ રસીકરણ કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. આજના રસીકરણ પ્રસંગે નવનિયુક્ત કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી તથા પૂર્વ નગર પાલિકાના માજી નગર સેવકોમાં મુકેશ પટેલ,મેહુલભાઈ પટેલ,રામસિંહ રાજપુરોહિત,પ્રવીણભાઈ પટેલ,માજી પ્રમુખ મહેન્દ્ર્સિંહ ચૌહાણ અને સિનિયર સીટીઝન કલબના ડાયરેકટર પ્રકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.
コメント