વૃદ્ધાશ્રમ ની વહારે આવ્યા યુ.કે.વાસી.....
- Praja Pankh
- May 27, 2021
- 1 min read


સચીન : કહેવાય છે કે કે, "વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં" તે અનુસંધાને *કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ*
"શ્યામ તથા આત્મીયવીલા મહિલા મંડળ" સુરત, કામરેજ, ધોરણપારડી ગામ ખાતે આવેલા
"પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા
આશ્રમ" માં આશરો લેતાં અનેક વડિલો ની સુખાકારી માટે મીનાબેન જગદીશભાઈ દાવડા ના સહકાર અને માર્ગદર્શનમાં તથા "કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ" ના ગૌસેવક ભાઈઓ બહેનો ની મહેનતસેવા થી તથા
શ્રી નિવ ટ્રસ્ટ યુ.કે, કૃપાબેન પુરોહિત ના સંપૂર્ણ સહયોગથી
પૂરણધામ વૃધ્ધાશ્રમ માં વડિલોને રહેવા માટે કાચા હોલ ની જગ્યાએ હવે પાકો હોલ તૈયાર કરવામાં આવ્યો છે, તથા દરેક વડિલોને એક એક નવો પલંગ, ગાદલું, ઓશીકું તથા ઓછાડ આજે તા:-26-5-2021 ને બુદ્ધ પૂર્ણિમા ના પાવન અવસર નિમિત્તે વડિલોને અર્પણ કરવામાં આવ્યો છે, સાથે સાથે આજે આશ્રમમાં રહેતા સહુ વડિલોને બપોર નો ભોજન પ્રસાદ અને બપોર પછી નો ચા-નાસ્તો પણ કરાવ્યો, તથા
સૌરાષ્ટ્રમાં ઊના પાસે આવેલા ફાટસર ગામની "શ્રી ગોપાલ ગૌશાળા" ના શેડ્સ તથા ગોડાઉન વાવાઝોડા થી સંપૂર્ણ રીતે તૂટી ને હતા નહોતા થઈ ગયા છે, જે ગૌશાળા ને તથા અન્ય કોઈપણ ત્રણ ગૌશાળા ને ફરીથી સંપૂર્ણ રીતે નવેસરથી બનાવવા નો આ દાનવીરો એ સંકલ્પ કર્યો છે એવું ગૌ શાળા ના રમેશભાઈ એ જણાવ્યું છે વધુમાં એમણે કહ્યું કે
વિદેશ ની ધરતી પર રહેતા આપણા ગરવી ગુજરાતીઓ જરૂરિયાતમંદો સતત મદદ પહોંચાડે છે અને આ કોરોના કાળ તથા વાવાઝોડા થી ત્રસ્ત ગુજરાતમાં મદદરૂપ બનતા આવા સવાયા ગુજરાતીઓ ને અને ખાસ દાવડા પરિવારને વંદન કરીએ છીએ...
Comments