વાંઝગામે ચોર્યાસી તાલુકા કક્ષાનો 72મો પ્રજાસત્તાક દિન ઉજવાયો
- Praja Pankh
- Jan 28, 2021
- 1 min read
પ્રજાપંખ સચિન : વાંઝ સરકારી શાળા ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો 72મો પ્રજાસત્તાક દિન ધામધુમથી ઉજવાયો હતો, જેમાં મામલતદાર ભરતભાઇ સક્સેના મુખ્ય મહેમાન પદે પધાર્યા હતા અને ધ્વજવંદન વિધિ પણ એમના હસ્તે કરાઇ હતી. આ પ્રસંગે સચિન પોલીસ અને હોમગાર્ડ ટુકડીએ શાનદાર પરેડ કરી હતી અને બાળકો દ્વારા દેશભક્તિ ગીતો ની રજૂઆત થઈ હતી. જેને લોકોની તાળીઓએ વધાવી હતી. ગામના સરપંચ પ્રિતેશભાઇ વાંઝવાળા તથા ડે. સરપંચ સમીર પટેલ નાયબ મામલતદાર વિકાસભાઈ વાઘેલા, બી.આર.સી. નરેશ ભટ્ટ, તલાટી મહેશભાઇ ધોરજીયા, ગ્રામ પંચાયત પરિવાર અને સદસ્ય તેમજ અન્ય સરકારી કચેરી પરિવાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને 26મી જાન્યુઆરી 2021ની પરેડ અને સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ નિહાળી આનંદિત થયા હતા. સમગ્ર કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહરભાઈ દેસાઈના માર્ગદર્શનમા આયોજિત હતો. સર્વ પ્રથમ સહુ મહેમાનોનું સરપંચ પ્રિતેશએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પ્રિન્સિપાલ નિમેશ પટેલ દ્વારા પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક રંગારંગ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સોલંકી અને રાઠોડ પરિવાર દાતાઓનું બહુમાન કરાયું, સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. શાળામાં સરસ મજાની રંગોળી અને રંગ બેરંગી ફુગ્ગાઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મહેશભાઇ સક્સેનાએ દેશના બંધારણની પ્રજાસત્તાક દેશની તથા કોરોના મહામારીથી કેમ બચી શકાય ની વાતો પણ કરી વૃક્ષા રોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર્સિંહ વાંસીયા એ કર્યું હતું.
Yorumlar