top of page

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન 2022 માં બાલાજી ગર્લ્સ વિજેતા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 13, 2022
  • 1 min read

પ્રજાપંખ હાંસોટ તા.૧૩ ( વિજય પટેલ દ્વારા ) વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2022 અંતર્ગત તાજેતરમાં SVS-3 કક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા સોનલબેન અંકલેશ્વરીયાનાં માર્ગદર્શન હેઠળ શ્રીમતી કે.એલ.એસ.ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ દ્રારા વિવિધ વિભાગોમાં 4 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી વૈશાલીબેન પટેલ અને ગ્રંથપાલ મુનીરાબેન હમદાનીનાં માર્ગદર્શન હેઠળ પ્રથમ ક્રમે (1) ઈકો ફ્રેન્ડલી ટેકનીક ફોર ક્રિમેશન ઈન પેન્ડમિક, (2) ફિબોનાકી નંબર અને ગોલ્ડન રેશિયો, (3) એન્ટી સ્લીપ એલાર્મ ફોર ડ્રાઇવર તથા દ્વિતીય ક્રમે (4) સેનેટરી પેડ્સના પ્રકાર અને તેના નિકાલની પદ્ધતિ કૃતિ રજૂ કરી હતી. આ સિદ્ધિ બદલ શાળાનાં વહીવટી સમિતિનાં અધ્યક્ષ મનિષભાઈ પાનવાલાએ વિજ્ઞાનમેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page