વેકેશન નિમિત્તે મોટી જાહેરાત, હવે મળશે મુંબઈ જતાં મુસાફરોને પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન'
- Praja Pankh
- Apr 13, 2022
- 1 min read
રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા મોટી જાહેરાત,
સચિન પ્રજાપંખ - ઇન્ડિયન રેલવેની જોરદાર ગિફ્ટ: સફરનો આનંદ થઈ જશે ડબલ, આ જાહેરાતથી લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો, જેમાં ખાસ મુંબઈ- સુરત- અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ આધુનિક 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' ૧૧/૪/થી શરૂ ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરી સમર સ્પેશિયલ ટ્રેન મુંબઈ- સુરત- અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ ગઈ છે. આ અંગેની વધુ માહિતી રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'આજથી મુસાફરો આ વિસ્ટાડોમ કોચની ટિકિટ બુક કરાવી શકશે અને મુંબઈ-સુરત પર મોટી કાચની બારીઓ, કાચની છત, ફરતી સીટો અને એક અલવોકન લાઉન્જ સાથે શેર અને ખેતીવાડીના નયનરમ્ય મનોરમ દ્રશ્યોનો પણ આનંદ મુસાફરો ઉઠાવી શકે છે. જોકે આ વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે. ભારતીય રેલવેના જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં અન્ય ટ્રેનોમાં પણ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફક્ત સમર વેકેશનના કારણે રેલવે દ્વારા આ આધુનિક વિસ્ટાડોમ્ ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
Comentários