વસંત ઋતુની મોસમમાં કપ્લેથા ખાતે રમાઈ દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ
- Praja Pankh
- Feb 25, 2021
- 1 min read
સચિન :- શરીર સ્વાસ્થય સારું સહુથી વધુ સારી મોસમ હોય તો તે છે વસંત ઋતુની મોસમ આ મોસમમાં કુદરતના પક્ષીઓનો કલરવ સાંભળવા જેવો હોય છે. શરીર સ્વાસ્થ્ય માટે પણ આ મોસમ અનુકૂળ હોય છે જેથી શામરોદના ડે. સરપંચ યાહાભાઇ પટેલ કે જેઓ દિવ્યાંગોમાં ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે પણ બહારના દેશમાં ક્રિકેટ રમવા જાય છે. તેમના જણાવ્યા મુજબ દિવ્યાંગોની એક ટિમ છે અને અમે અનેક સ્થળોએ ક્રિકેટ ટૂર્નામેંટમાં ભાગ લેતા રહીએ છીએ પાસેના ગામ કપ્લેથા ખાતેના ગ્રાઉન્ડમાં ગત રોજ શામરોદ દિવ્યાંગ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ રમાઈ હતી જેમાં અમે એ ટિમ વિજેતા થઈ હતી. ક્રિકેટર યાહાના જણાવ્યા મુજબ શામરોદની જ બંને ટીમોએ ભાગ લીધો હતો અને જેનો સ્કોરબોર્ડ આ રીતે રહ્યો હતો. એ ટીમે 15 ઓવરમાં 205 રન કરી ઉત્ક્ર્ષ્ટ દેખાવ કરી જીત હાંસલ કરી હતી. પ્રથમ દાવમાં બી ટીમે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. તેની સામેએ ટીમે પણ ફક્ત 15 ઓવરમાં 205 રન બનાવીને વિજય હાસલ કરી ટ્રોફી પોતાના નામે કરી હતી. અમારા ખેલાડી ઝહિરે સેન્ચુરી સાથે 133 રન આસાનીથી કર્યા હતા. સુફિયાને પણ 28 બોલમાં 64 રન બનાવ્યા હતા અને યાહાએ ગેંદબાજી કરીને 11 રનમાં 2 વિકેટ ખેરવી દેતા બાજી પલટાવી ભાવિ જીત મેળવી હતી. આ તમામ દિવ્યાંગ ક્રિકેટરોને ક્રિકેટ રમતા જોવાની મજા પણ અનેરી હોય છે. અહી યાહા પટેલ, જાહિર હજારી, ઉવેશ પટેલ, નાઝીલ સુરતી, ઇમ્તિયાઝ, સુફિયાન, સમદ મૌલવી, શાહિદ શાહ તથા હાઝેફા મૌલવી એ સુંદર પ્રેરણાદાયક ખેલનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. અંતે ટ્રોફી સેરેમનીમાં મહેમાન હસ્તે ઉત્ક્ર્ષ્ટ ખેલાડીઓને ટ્રોફી એનાયત થઈ હતી એવું યાહાભાઈ પટેલે જણાવ્યુ હતું.
Kommentare