top of page

વનિતા વિશ્રામ ખાતે Orientaton Program- "આરંભ 2022 યોજાયો...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 8, 2022
  • 1 min read

સચિન પ્રજાપંખ: વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માં બી.સી.એ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે તારીખ 6 ઑગષ્ટ 2022 ના રોજ Orientaton Program- "આરંભ 2022" યોજાયો હતો. આ કાર્યક્રમ માં યુનિવર્સિટી ના કુલપતિ શ્રી. ડૉ. દક્ષેશ ઠાકર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના - સ્વાગત પ્રવયન દ્વારા કરવામાં આવી હતી તેમજ 480 જેટલી વિદ્યાર્થીનીઓ નુ કંકુ-ચોખા અને કુલ દ્રારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. ડૉ. દક્ષેશ ઠાકરે તેમના પોતાના અંદાજમા વિદ્યાર્થીનીઓને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના યુગમાં કોમ્પ્યુટર નું ખૂબ જ મહત્વ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ પણ પુરુષના ખભે થી ખભા મિલાવીને આગળ વધી રહી છે. એમણે એમની પોતાની શૈલીમાં વિધાર્થીનીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ. શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે તેમના સમગ્ર સંબોધનમાં તેમણે સકારાત્મકતાને મહત્વ આપ્યું. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. નિરાલી દવે એ વિદ્યાર્થીનીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વિધાર્થીનીઓના ભણતરની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે સજાગ રહેવા માટે પણ તેઓએ કહ્યું હતું. આ સાથે કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક દરેક વિધાર્થીનીઓ ભાગ લે તે માટે શિક્ષકો દ્રારા પ્રોત્સાહિત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page