લિંબાયત સુભાષ નગર બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધન યોજાઈ...
- Praja Pankh
- Aug 25, 2021
- 1 min read
સચિન પ્રજપંખ :- ગત રોજ બ્રહ્મા કુમારીજ
દ્વારા રક્ષા બંધન નો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં બ્રહ્મા કુમાર સંજીવભાઈજી, બ્રહ્મા કુમારી સચિન હોલી પેલેસ ઇન્ચાર્જ આદરણીય બ્રહ્મા કુમારી રીના દીદી એ સત્સંગ પ્રવચન કર્યું અને વિધિવત રક્ષા બંધન બંધાવી, ત્યારબાદ બ્રહ્મા કુમારી રંજના દીદી એ સહુને તિલક કુમકુમ કર્યા હતાં. સુભાષ નગર લિંબાયત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર આ કાર્યક્રમ યોજાયો હતો. રક્ષા બંધન કાર્યક્રમમાં માજી ડે.મેયર ડો. રવિન્દ્ર પાટીલ અને ધર્મ પત્ની ડો. મંગલા રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં એમને પણ રાખી બાંધી હતી પવિત્ર કાર્યક્રમમાં પધારેલ ભાઈ બહેનો ને બ્રહ્માકુમારી દીદી દ્વારા આશીર્વાદ આપ્યા હતાં.
Comments