top of page

લિંબાયત પોલીસ દ્વારા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતાં, પોલિસ કર્મી સામે પોલીસ કમિશનરમાં ફરિયાદ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 3, 2022
  • 3 min read

લિંબાયત પોલીસ કર્મચારી દ્વારા ફરીયાદીને ધાક-ધમકી આપી અન્ય ખોટા કેસોમાં ફસાવી દેવાની અને ખોટા વ્યકિતઓના ખોટી રીતે નામ લખાવવા માટે દબાણ કરી ખોટા નિવેદનો નોંધેલ હોવા બાબતની ફરીયાદ કરાઈ છે. જેની તટસ્થ તપાસ થાય તો ખરી હકીકતો સામે આવશે...

પ્રજાપંખ સચિન : પ્રાપ્ત થતી માહિતી અનુસાર અક્ષય ઉર્ફે અંકિત વિનોદભાઈ પટેલ, ઉમર વર્ષ : ૨૨, ધંધો : ટેમ્પો ડ્રાઈવીંગ અરજદાર છે તેમણે પોલીસ કમિશનર શ્રીને લેખિતમાં સામાવાળા (૧) અ.પો.કો. સાજણભાઈ કાનાભાઈ (બ. નં. ૨૬૯૯) (૨) પો.સ.ઈ. જે. પી. સોલંકી (ત.ક. અમલદાર) તથા તપાસમાં નીકળી આવે તે તમામ

અધિકારીઓ સામે ફરિયાદ કરી છે. એણે ફરિયાદમાં જણાવ્યા મુજબ

લીંબાયત સ્ટે. "સી" પાર્ટ પ્રોહિ. એકટની કલમ ૬૫ (એ), ૬૫(ઈ), ૯૮(૨), ૧૧૬ (બી) મુજબના ગુનાના કામે હમો અરજદાર/ફરીયાદીને ધાક-ધમકી આપી અન્ય ખોટા કેસોમાં ફસાવી દેવાની અને ખોટા વ્યકિતઓના ખોટી રીતે નામ લખાવવા માટે દબાણ કરી ખોટા નિવેદનો નોંધેલ છે. આમાં ફરિયાદી જણાવે છે કે, અમો વલસાડ મુકામે રહી પરીવાર સાથે જીવન નિર્વાહ કરતા આવેલ છે તેમજ ડ્રાઈવિંગનું કામકાજ કરી પોતાનું તથા કુટુંબીજનોનું ભરણ–પોષણ કરીએ છીએ. જ્યારે તા. ૧૯/૦૨/૨૦૨૨ ના રોજ હમો અરજદાર/ફરીયાદી ઉપર લીંબાયત પોલીસે પ્રોહિ. એકટની કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો. જે ગુનાની હકીકત એવી છે કે, ઉપર જણાવેલ તારીખ, ટાઈમ અને જગ્યાએ હમો ફરીયાદીના કબજાવાળી બ્રાઉન કલરની આઈસર ટ્રક જેનો રજી. નં. જીજે-૧૫-એવી-૧૨૨૪ જેમાં એલ.ડી. ફોર્મના પ્લાસ્ટીકના કાર્ટુનની આડમાં વગર પાસ–પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ જે કુલ્લે બાટલી નંગ ૬૪૯ જેની કિંમત ૬ ૩૬,૭૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/– તથા રોકડા ર્ ૫૦૦/– મળી કુલ્લે ૬૯,૭૨,૬૦૦/- નો રાખી હમો ફરીયાદી પકડાઈ ગયેલ અને ત્યારબાદ વોન્ટેડ આરોપીઓ દમણના ભીમપોર ગામના રમેશ ઉર્ફે માઈકલ તથા મો. નં. ૯૫૮૬૦ ૯૦૭૧૦ ના સીમકાર્ડ ધારક ઈસમ જેઓના બંનેના પુરા નામ–ઠામની ખબર નથી. જેઓએ ન પકડાઈ જઈ ગુનો કરેલ હોવા બાબતની ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

આમ સદર ગુનાની ખરી હકીકત પ્રમાણે તા. ૧૯/૦૨/૨૦૨૨ ના રોજ હમો અરજદારનાએ બપોરે આશરે સાડા બારથી દોઢ વાગ્યાના અરસામાં પારડી જી.આઈ.ડી.સી. ખાતે ગાડી લોડ કરી દીધેલ અને ઈંગ્લીશ દારૂના કાર્ટુનની ઉપર એલ.ડી. ફોર્મના કાર્ટુન ગોઠવી દારૂનો જથ્થો છુપાવી દીધેલ. ત્યારબાદ હમો અરજદાર તથા રીતેશકુમાર ઉત્તમભાઈ પટેલનાઓએ પારડી જી.આઈ.ડી.સી. ખાતેથી બપોરના આશરે બે વાગ્યાના અરસામાં ટ્રક લઈને સુરત તરફ આવવા માટે નીકળી ગયેલા ત્યાં પુણા કુંભારીયા રોડ ઉપર બ્રીજ પહેલા હમો અરજદારને તથા રીતેશકુમાર ઉત્તમભાઈ પટેલનાઓને લીંબાયત પોલીસ કર્મીઓએ ઝડપી પાડેલા અને સદરહુ અમારા પર ગુનાની ફરીયાદ દાખલ કરેલ અને રીતેશકુમાર ઉત્તમભાઈ પટેલનાઓ પાસેથી લીંબાયત પોલીસ અધિકારીઓએ ર્ ૨૫,૦૦૦/– ની માંગણી કરેલ જે માંગણી રીતેશકુમાર ઉત્તમભાઈ પટેલનાઓએ પુરી કરી ર્ ૨૫,૦૦૦/– પોલીસ અધિકારીઓને વ્યવહાર પુરો કરેલ ત્યારબાદ લીંબાયત પોલીસે રીતેશકુમાર ઉત્તમભાઈ પટેલનાઓ વિરૂધ્ધ કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરેલ નહીં અને ૨૪ બેસાડી રીતેશકુમાર ને છોડી મુકેલ, પછી અમારી પાસે લીંબાયત પોલીસ કર્મીઓ ઘ્વારા ર્ ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને જેની સગવડ હમો કરી શકેલ નહીં અને ખુબ જ આજીજી કરતા હમો અરજદારને સાજણભાઈ તથા સોલંકી સાહેબે બે લાફા મારી દીધેલ અને કહેલ કે, તારા જેવા બુટલેગરોને ધોઈ નાખીશ. હમારા કાકા પાસેથી પણ પૈસાની માંગણી કરેલી જે પણ ન મળેલ, તે જ દિવસે ની રાત્રીના ૨:૦૦ વાગ્યે પો.સ્ટે.માં હમો અરજદાર લોકઅપમાં સુતેલા હતા ત્યારે ચાર પોલીસ અધિકારીઓ પૈકી સામાવાળા નં. ૧ તથા ૨ તથા અન્ય બે પોલીસ અધિકારીઓએ મને ઉઠાડેલ અને ટોર્ચર કરેલ અને લાફા મારતા મારતા મને કહેલ કે, ''માઈકલનું નામ આપી દે, તો તને કાલે જ છુટો કરી દઈશું અને તને સાક્ષી તરીકે જોડી કેસમાંથી પણ બહાર કઢાવી દઈશું અને જો તુ નામ નહીં આપે તો તારૂ નામ બીજા ઘણા કેસો પડેલા છે તેમા પણ તુ લાંબા માટે અંદર જશે.' આમ, હમો અરજદારને ધમકાવ્યા બાદ પણ હમો અરજદારે પોલીસના કહેવા મુજબ કોઈ માઈકલ નામના વ્યકિતનું નામ પોલીસને લખાવેલ નથી અને ત્યારબાદ લીંબાયત પોલીસે હમોને કોર્ટમાં રજુ કરી દેતા હમોના વકીલશ્રી મારફત હમોને જાણ થયેલ કે, મારા નિવેદનમાં રમેશ માઈકલ નામના માણસને વોન્ટેડ જાહેર કરેલ છે.

અરજદારે વધુમાં લખ્યું છે કે રમેશ માઈકલનાઓ પાસેથી કોઈપણ દારૂનો જથ્થો ખરીદેલ નથી, રમેશ માઈકલને હમો ઓળખતા હોઈએ કે હમો અરજદાર રમેશ માઈકલનાઓ સાથે ટેલીફોનથી કે અન્ય કોઈ રીતે સંપર્કમાં હોઈએ કે સદર ફરીયાદ રમેશ માઈકલના કહેવાથી, દબાણથી, ધાક-ધમકીથી કે અન્ય કોઈપણ પ્રકારના લોભ-લાલચ વગર સ્વતંત્ર રીતે પોતાની સ્વૈચ્છાએ સાચી અને ખરી હકીકત જાહેર કરવા તથા ઉપર જણાવેલ પોલીસ અધિકારીઓ ઘ્વારા આચરવામાં આવેલ ગેર કાયદેસરની પ્રવૃત્તિઓને આપ સાહેબશ્રી ધ્યાનમાં લાવવા હાલની આ ફરીયાદ કરી છે. પોલીસો પોતાની વર્દીનો દુરઉપયોગ કરી નિર્દોષ માણસને ફસાવી દઈ આર્થિક લાભ મેળવવા, કાયદાને હાથો બનાવી પોતાની મનસુફી પ્રમાણે ખોટા કેસો ઉભા કરી રહેલ હોવા બાબતની આ ફરીયાદ દાખલ કરી છે. પોલીસ ખાતાને કલંકીત કરનારા જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ખાતાકીય તપાસનો હુકમ કરવા વિનંતી અરજદારે કરી છે.

સદરહુ ફરીયાદની નિષ્પક્ષ તપાસનો હુકમ ફરમાવી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપતો હુકમ ફરમાવવા અરજ પણ કરી છે.




 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page