લાજપોર યુવા સંગઠન દ્વારા - જળકૂવા સ્મશાન ભૂમિ ને આધુનિક નયનરમ્ય સ્મશાન ભૂમિ બનાવી.....
- Praja Pankh
- Apr 4, 2021
- 3 min read
ધારાસભ્ય ઝંખના બેન પટેલ દ્વારા જળકૂવા સ્મશાન ભૂમિ ને સગડી અપાઈ અને
એ ટુ ઝેડ પરિવાર તરફથી મૂંગા પક્ષીઓ માટે નવનિર્મિત ચબૂતરો અર્પણ કરાયો.

મિત્રો સહુ કોઈ જાણે છે દાન કરવું હોય તો બીજા હાથને ખબર નહીં પડવી જોઈએ ન કે કોઈ અપેક્ષાએ દાન કરવું જોઈએ આજ વાક્ય શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૧૭ શ્લોક ૨૦માં દાનની વ્યાખ્યા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને કહી છે. કે, 'દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યકિતને જે અપાય છે તેને સાત્ત્વિક દાન કહે છે.' દાનની આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી અને આજે પણ આ વિના સ્વાર્થે દાન કરવાની પરંપરા ચાલી આવી રહી છે. જેનો ખરો દાખલો લાજપોર જળકૂવા સ્મશાન ભૂમિના આધુનિક નયનરમ્ય સ્મશાન ભૂમિ ને જોઈ શકાય છે.
આજે યુવા સંગઠન સમિતિ લાજપોર દ્વારા જળકૂવા સ્મશાન ભૂમિ કે જે મિઢોળા તટે 100 વર્ષ પુરાની છે અનેક આફતો આવી, છતાં આજે પણ અડીખમ રહી છે. આ ભૂમિને કાર્યરત રાખવા આ યુવા સંગઠન સમિતિનો ખરો સાત્વિક હાથ છે આ હાથમાં ગામ, દેશ - વિદેશથી આવેલ દાનથી આ સ્મશાન ભૂમિને અતિ આધુનિક બનાવી રહ્યા છે સાથે સાથે ગામ અને ગામના ભણતા બાળકોના ઉધ્ધાર માટે હમેશા આગળ રહે છે. તેઓ સપોટ નહી કંપની માંગે છે. જેથી જ આજે ત્રણ સગડી દાન મળી છે પહેલા યુવા સંગઠન સમિતિના પ્રમુખ અમૃતભાઇ પંચાલ દ્વારા અપાઈ બીજી હેમંત હોજીવાળા દ્વારા અને આજે ત્રીજી સગડી રાજાભાઈના નામે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ અને કૃણાલ રાજાભાઈ પટેલ દ્વારા અર્પણ કરાઇ છે.
આજે પક્ષીઓ માટે પણ ખાસ દિવસ હતો. અહી સ્વ. રમેશભાઈ ડી.પટેલના સ્મરણાર્થે એમના નાના ભાઈ ગિરીશભાઈ ડી.પટેલ તથા સ્વ. રમેશભાઈના સુપુત્ર નિરવભાઈ રમેશભાઈ પટેલ હસ્તે પક્ષીઓના ચણ ધન અને રહેઠાણ માટે નવનિર્મિત ચબૂતરાનું અનાવરણ કરાયું હતું.
આ તબક્કે સમારંભ ના પ્રમુખ સંદીપ દેસાઇ, પ્રમુખ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ, લોકાર્પણ કરતાં ઝંખનાબેન પટેલ ધારાસભ્ય ચોર્યાસી, મુખ્ય મહેમાન મહેન્દ્રભાઇ રામોલીયા ચેરમેન સચિન નોટિફાઇડ એરિયા, નીરવ ડી. પટેલ, (એમ.ડી.) એ. ટુ ઝેડ, સચિન, તથા ગિરીશભાઈ ડી. પટેલ, દિપીકાબેન ભાવસાર ઉપરાંત અતિથિ વિશેષ રેખાબેન અશોકભાઇ પટેલ, લાજપોર સરપંચ, ધનસુખભાઈ ડી.પટેલ. લેસ્ટર યુ. કે. ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિકભાઈ પટેલ, તથા શહેર સંગઠન મંત્રી ભીખુભાઈ પટેલ, વોર્ડ 30 ના કોર્પોરેટરોમાં કાયદા ચેરમેન હસમુખભાઇ નાયકા, ટી.પી. સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત, બાંધકામ સમિતિ સદસ્ય પિયુષા બેન પટેલ અને ગુજરાત પ્રદેશ આમંત્રિત સદસ્ય એનુંબેન જયરાજ બા કુંવર બા સોલંકી સાથે અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી. સમગ્ર કાર્યક્રમ કોવિડ-19 ના ગાઈડ લાઇન પ્રમાણે રહ્યો. પ્રમુખ સંદીપભાઈ દેસાઇએ કહ્યું કે હું 1987થી આ જળકૂવાનો તાજ નો સાક્ષી છુ મિઢોળા નદીનું ચોમાસા દરમિયાન આરએલ આવતા વહેણ બદલાતું દેખાતા અને સ્મશાન તથા રોડ હમેશા રહેવો જોઈએ એ માટે સરકાર માંથી 6 કરોડના ખર્ચે રોડ અને પ્રોટેશન દીવાલ બનાવી. આગળના મુખ્ય રોડ બનાવી આપ્યા છે. સ્મશાનમાં નવીનતા અને આધુનિકતાની જરૂર છે જે આ યુવા સંગઠન કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક સેવાના કાર્યો અહી કર્યા છે અને કરતાં રહીશું. આ તબક્કે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પણ કહ્યું કે, મહિલાઓ ને સ્મશાનમાં આવવાની તકો બહુ ઓછી મળે છે જે રીતે હું આ બાગમાં વૃક્ષો જોઈ રહી છુ તથા આ મંદિર અહી મન શાંત કરી શકે એવું મંદિર છે. ડિપ્રેસનમાં અહી આવીને બેસીએ તો મન શાંત અને માઇન્ડ સેટ થઈ શકે એટલું સુંદર બગીચો છે. ઘરમાં વડીલોની કમી હમેશા ખલે છે ત્યારે આવા વૃક્ષો નો છાયડો મન શાંત કરી આપે છે. અહી બાળકો માટે ગેંમ ઝોન એ પણ સુંદર છે એટલે ખરેખર સ્મશાનમાં દાન કરવું એ આપણાં માટે બહુ સારી વાત કહેવાય. પ્રોગ્રામની શરૂઆતમાં યુવા સંગઠન સમિતિની કામગીરીને અને પદાધિકારીઓનું સન્માન કરાયું. અશોકભાઇ પટેલ ડે. સરપંચ અને અમૃતભાઇ પંચાલે કહ્યું કે, બે વર્ષમાં દાનથી પ્રદૂષણ ન ફેલાય તેવી 3 આધુનિક સગડી લાવ્યા છીએ આનાથી 50 ટકા લાકડાની બચત થાય છે. પર્યાવરણને નુકસાન થતું નથી. વૃક્ષો સામે વૃક્ષો વાવીએ છીએ. અત્યારે લાકડા માટે ગોડાઉન બનાવી રહ્યા છે, વિશાળ ગાર્ડન સાથે વોકવે બનાવવું છે.અહી 25 ગામોથી અગ્નિદાહ માટે આવે છે. જેથી તમામ પ્રકારની સુવિધા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે ધારાસભ્ય ઝંખનાબેને 5 લાખ તથા સંદીપભાઈ દેસાઇએ 1 લાખ સુ.ડી.કો.ઑ.બેન્ક તરફથી અને 50 હજાર સુમુલ ડેરી તરફથી આપવાની ઘોષણા કરી આજ રીતે ચોર્યાસી માજી સદસ્ય જગદીશભાઇ ભડીયાદરાએ એમના સમાજ દ્વારા બાથરૂમ ટોઇલેટ માટે 4.5 લાખની ઘોષણા કરી, આમ બીજા મહેન્દ્રભાઇ રામોલીયા ચેરમેન સચિન નોટિફાઇડ એરિયા લાખની ઉપર તેમજ અન્ય દાનવીરોએ પોતાની રકમો લખાવી પુણ્ય મેળવ્યું હતું. અંતે આભાર વિધિમાં દોલતસિંહ સોલંકી સેક્રેટરી એ કહ્યું કે, દાન એ તો ધર્મની આધાર શિલા છે. આજે દાન કરીને દાનનો મહિમા આપ સહુ વધારી રહ્યા છે. દાન આપનાર આપ સૌ દાનવીરોનો ધન્યવાદ માનીએ છીએ.
Comments