લાજપોર ચોરીનો કેસ ચાર દિવસમાં શોધી કાઢતી સચિન પોલીસ...
- Praja Pankh
- Jun 20, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ: મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓએ ગઇ તા-૧૬/૦૬/૨૦૨૨ ના રોજ લાજપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર થયેલ ચોરી, જે ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો હતો અને તે શોધી કાઢવા માટે આપેલ સુચના આધારે પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન અ.હે.કો. ગજેન્દ્રદાન ગંભીરદાન તથા અ.પો. કો. પ્રવિણ ભીમાભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) જીવન કનુભાઇ વઢીયારી રહેવાસી-ઝુપડામાં સુડા સેકટર-૦૨ બેન્ક ઓફ બરોડા સામે સાંઇનાથ સચીન સુરત શહેર તથા (૨) હરેશ ગોપાલ વઢીયાર રહેવાસી- ઝુપડામાં સુડા સેકટર-૦૨ બેન્ક ઓફ બરોડા સામે સાંઇનાથ સચીન સુરત શહેર નાઓને શોધી કાઢી તેઓ પાસેથી (૧) LG કંપની TV નંગ-૦૧ કિ.રૂ.૨૦૫૦૦/-(૨) સેટઅપ બોક્ષ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/-,(3) LAPCARE LAPON-750 600VA UPS નંગ-૦૧ કિ.રૂ.૧૯૦૦/-,(૪) COMPAQF191 MONITOR નંગ-૦૧ કિ.રૂ.૫૫૦૦/- (૫) Data Cables સ્પિકર નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-,(૬) Indo કંપનીનો વાઇટ કલરનો ટેબલ ફેન નંગ-૦૧ કિ.રૂ.૧૫૦૦/-,(૭) ભારત ગેસની મોટી બોટલ નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/-,(૮) સુર્યાં મેક્ષ ગેસની નાની બોટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/-,(૯) સ્ટીલનો ગેસની સગડી નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂ.૩૬,૪૦૦/-ની મત્તાનો ચોરીમાં ગયેલ તમામ મુદામાલ આરોપીઓ પાસેથી રીક્વર કરી ચોરીના ગુન્હા બાબતની કાયદેસરની કાર્યવાહી કરી સચીન પો.સ્ટે ઈ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો અનડિટેક ગુન્હો ગણતરીના ૪ દિવસોમાં શોધી કાઢી ખુબ જ પ્રશંસનીય કામગીરી ટીમવર્ક દ્વારા કરવામા આવી છે. આ સરહાનીય
કામગીરીમાં નીચે મુજબના
અધિકારી/કર્મચારીઓ જેમાં ખુદ (૧) પો.ઇન્સશ્રી આર.આર.દેસાઇ (ર) પો.સ.ઈશ્રી એચ.જે.મચ્છર (૩) એ.એસ.આઇ. કિશોરભાઇ માધવરાવ (૪) અ.હે.કો.ગજેન્દ્રદાન ગંભીરદાન
(૫) અ.હે.કો અરવિંદભાઇ ઉગાભાઇ
(૬) અ.પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ
(૭) આપો.કો કલ્પેશભાઇ બાપુરાવ અને(૮) અ.પો.કો.દશરથભાઇ માવજીભાઇ સામેલ હતાં
コメント