લાજપોર ખાતે ભાજપાની બાઈકરેલી અને સાંજે જાહેર સભા યોજાઇ.
- Praja Pankh
- Feb 26, 2021
- 1 min read
ક્રમાંક 18 લાજપોર જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર તરીકે મહિલા સીટમાં જયશ્રીબેન પ્રવીણભાઈ રાઠોડ છે તેમની સાથે નીચે મુજબના ચોર્યાસી તાલુકા પંચાયતના મતદાર વિભાગ 09 લાજપોર-01 માં ક્રમાંક 01 સીટમાં ડે. સરપંચ તરીકે અનુભવી સ્થાનિકોમાં એક નેતા તરીકે ઉભરેલા અશોકભાઇ ફકિરભાઇ પટેલ ને ભાજપે મેદાને ઉતાર્યા છે. આ સાથે કપ્લેથા ગામ – ક્રમાંક 07 તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર સાદેક હબીબમિયા કાઝી અને લાજપોર -02 – ક્રમાંક-10 તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર અશોકભાઇ શુક્કરરભાઈ રાઠોડ છે, ગત રોજ બાઇક રેલી બાદ સભા યોજી ,આજે પ્રચારનો અંતિમ દિવસ જોતા આગલે દિવસે સભા યોજી હતી જેમાં અન્ય મહેમાનોએ અને ઉમેદવારો તથા અશોકભાઇએ કહ્યું કે ૧૦ વર્ષથી ગામના લોકોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ભાજપનો મુખ્ય હેતુ વિકાસનો છે અને તેના પર અમે અમલ કરી રહ્યા છીએ એવું અશોકભાઇ ફકિરભાઇ પટેલે જણાવ્યું છે.
Comments