લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ઓઝન દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ....
- Praja Pankh
- Sep 16, 2021
- 1 min read

સચીન પ્રજાપંખ : જયભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર –સુરત દ્વારા આજ ૧૬-સપ્ટેમબરના રોજ “વિશ્વ ઓઝોન દીવસની ઉજવણી નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી જીગ્નાષાબેન ઓઝા (સીનીયર સાયન્ટિફિક ઓફિસર) અને શ્રી ચિંતનભાઈ (સાયન્ટીસ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)- સુરત ઓફીસ તરફથી ઉપસ્થિતિ રહ્યા હતા, આજે ઉજવણી અંતર્ગત નિબંધ-લેખન સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, અને લેખિત પ્રશ્નોત્તરી/ક્વીઝ દ્વારા વિધાર્થીઓઓમાં જાગૃતી ઉભી થાય તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી. જીગ્નાષાબેન ઓઝા દ્વારા ઓઝોન વાયુના મહત્વ અને ઓઝોન સ્તરમાં ગાબડા પડવાથી માનવજાતિ અને પૃથ્વીના વાતાવરણ પર થયેલી અસરો વિષે વાત કરી. આ ઉપરાંત ભવિષ્યની ભાવી પેઢી તરીકે વિદ્યાર્થીઓ કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવી શકે અને તેના માટે ક્યાં પગલા ભરવા જોઈએ તેના વિષે માહિતગાર કર્યા. વિશ્વના તમામ દેશો દ્વારા કરવામાં આવેલા મોન્ટેરીયલ પ્રોટોકોલ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. કાર્યક્રમના અંતે તમામ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓની યાદી રજુ કરવામાં આવી અને તેમને જયભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપવા માટે ઘોષણા કરવામાં આવી. આ કાર્યક્રમાં માટે શાળા શિક્ષકો અને આચાર્યશ્રી, CSC-સુરતના ટીમે સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો,
Comments