રૂ.૧૫,૮૪,૧૨૦/-ની મત્તાના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સચીન પોલીસ.
- Praja Pankh
- Aug 31, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ: મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝન સાહેબ શ્રી નાઓએ જન્માષ્ટમી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે અને પ્રોહીબ્રિશનની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુત કરવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે સચિન પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો રામભાઇ વાસાભાઇ બ.નં-૧૪૧૩ અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં-૧૫૭૦ નાઓની સંયુક્ત બાતમી આધારે બે આરોપીઓને વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇસર કંપનીનો ગેરૂ કલરનો ટેમ્પા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી નામે (૧) પ્રકાશ ઉર્ફે પકો S/o પ્રહલાદભાઇ પટેલ ઉવ-૪૦ ધંધો-ડ્રાઇવર રહે. ડીંડોલી સુરત શહેર (૨) વિજય ઉર્ફે બબલી S/O દિનેશભાઇ પટેલ ઉવ-૩૮ ધંધો-વેપાર રહે. ડીંડોલી સુરત શહેર બંને આરોપી પાસેથી એક આઇસર કંપનીનો ગેરૂ કલરનો ટેમ્પો રજીસ્ટર નંબર-DN-09-K-9768 ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની/મોટી બોટલ નંગ-૪૮૦૦ કિંમત રૂ.૭,૩૨,૭૨૦/-તથા ટીન બિયર નંગ-૨૬૪ કિમત રૂ.૨૬,૪૦૦/-નો દારૂ મળી કુલ્લે કિમત રૂ.૭,૫૯,૧૨૦/- તથા સફેદ કલરનો પાવડર(પુટી) ગુણ નંગ-૫૦ કિમત રૂ.૨૫૦૦૦/ મળી કુલ્લે કિ.રૂ.૧૫,૮૪,૧૨૦/-ની મત્તાનો મુદામાલ
કબજે કરી બંને આરોપીઓ વિરૂધ્ધમાં નશાબંધી નિયમાનુસાર કેસ કર્યો
છે. જેમાં એક વોન્ટેડ આરોપી છે જેનું નામ મોસીન રહે-દમણ અને આ પ્રશંસનીય કામગીરીમાં સચિનના પોલીસ અધિકારી અને કર્મચારી નીચે પ્રમાણે હતાં જેમાં ખુદ પો.ઇન્સશ્રી કે.બી.ઝાલા,
પો.સ.ઇન્સશ્રી એચ.જે.મચ્છર,
પો.સ.ઇન્સશ્રી એચ.સી.સંગાડા,
ASI પિતામ્બર વ્યકટ બ.નં-૨૫૫૩,
HC હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪, HC ખોડુભાઇ સબળસિંહ બ.નં-૧૩૦૮, HC પ્રહલાદસિંહ પ્રધ્યુમનસિંહ બ.નં-૨૨૦૪ નોકરી
"એફ" ડીવિઝન સુરત શહેર,
અ.પો.કો રામભાઇ વાસાભાઇ બ.નં-૧૪૧૩, અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં-૧૫૭૦, અ.પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં.૧૬૬૦, અ.પો.કો.અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં.૧૪૧૬, અ.પો.કો પુંજાભાઇ પરબતભાઇ બ.નં-૧૪૨૦, અ.પો.કો અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ બ.નં-૧૪૧૯ અને અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ બ.નં-૧૩૭૯ ઉપસ્થિત રહ્યા હતાં...
Comments