રામજી વાડી " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર બુડિયાથી કોરોના ને આપી ઘરે પધાર્યા :
- Praja Pankh
- May 14, 2021
- 2 min read
આવા કેસ સારા થતાં લાગે છે કે, સુરત શહેરમાં મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે, નવા કેસોનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યુ છે. સમગ્ર રાજ્ય સાથે સુરત શહેર અને જીલ્લામાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સચિન હાઉસિંગ મા રહેતા શ્યામ બહાદુરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યાં બાદ હિંમત દાખવી કોરોનાને મ્હાત આપી અન્ય દર્દીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.

સચિન : કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે, નવા કેસોનું પ્રમાણ ઓછું થયુ એ શુભ સંકેત લાગે છે. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. સચિન હાઉસિંગમાં રહેતા શ્યામ બહાદુરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યાં બાદ હિંમત દાખવી કોરોનાને મ્હાત આપી અન્ય દર્દીઓને પણ પ્રેરણા પુરી પાડી છે. ખરેખર તો એમના જોમ-જુસ્સા સામે કોરોના ઘૂંટણીયે પડ્યો છે. સચિન હાઉસિંગ મા રહેતા શ્યામ બહાદુર મૌર્ય, ઉંમર 36 વર્ષ. G H B કનકપુર સચિન ૨૬-૦૪-૨૧ ના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચેક કરાવી ઘરે ઇલાજ કર્યો હતો અને પછી ૨૯ ના રોજ ઓક્સિજ્ન ઓછુ થતાં તબીયત લથડતાં તેઓનું સીટી સ્કેન રીપોર્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યો હતો, તબીયત વધુ ખરાબ થતાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં પછી બિજે દિવસે સવારે રામજી વાડી " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર બુડિયા ખાતે એડ્મિડ કર્યા હતાં. જ્યાં તેઓને ઓક્સીજન બેડ પર રાખવામાં આવ્યાં હતાં અને ફરજ પરનાં તબીબી ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની મહેનત અને સારવાર બાદ તબીયત સ્થિર થતાં આજે તારિખ ૧૩-૫ ના રોજ તેઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતાં રામજી વાડી " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર બુડિયામાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે રજા આપ્યા બાદ ભોગ બનનારે સારવાર દરમ્યાન આરોગ્ય કર્મચારીઓએ કરેલ કાળજી અને ફ્રી સારવારની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે પરિવારજનોએ પણ ૧૩ દિવસ બાદ તેઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતાં નવજીવન બક્ષવામાં આવતાં કોવીડ કેર આઇસોલેશન સેન્ટર બુડિયા નાં સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો. યાદ રહે કોરોના કહેર વધતા ચોર્યાસી તાલુકાનાં કાંઠા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા, સચીન જી.આઇ.ડી.સી અને હજીરા નોટિફાઇડનાં સહયોગથી ચોર્યાસી તાલુકા કાંઠા વિભાગ કોળી સમાજ તથા ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલનાં સંયુક્ત ઉપક્રમે ૮૦ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો છે અને અહી સારી સવલતો સાથે અનેક પોઝિટીવ દર્દીઓ નેગેટીવ થઈ ને ઘરે હસતા મુખે પરત ફરી રહ્યા છે. ચોર્યાંસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ નાં પ્રયત્નથી શરુ થયેલ આ સેંટરથી આસ-પાસનાં અનેક લોકોને ઘણી રાહત થઈ છે. અહી સંપુર્ણ પણે કોરોના દર્દીઓની સંભાળ રખાય છે. જેથી જ અનેક કોરોના મરીઝો નેગેટીવ થઈને હસતા ચેહરે પોતાના ઘરે જઈ રહ્યા છે. " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર પર ધારાસભ્ય ઝંખનાબેન પટેલ તથા અન્ય સેવાકિય મિત્રો નિયમિત મુલાકાત લેતા રહે છે, અહિ ઉપર મુજબ એક કોરોના પેશન્ટ શ્યામ બહાદુર મૌર્ય, કનકપુર સચિન આજે ઘરે પરત ફરતા એમનાં ઘરે આનંદ ઉલ્હાસનાં વાતાવરણમાં સહુએ સ્વાગત કર્યુ. આજ રીતે રામજી વાડી " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર પરથી પણ એમણે તાળીઓના ગળગડાટ સાથે વિદાય અપાઇ હતી એવુ શ્યામ બહાદુર મૌર્યના ભાઇ પ્રકાશ મોર્ય (હોમગાર્ડ – સચિન ) એ જણાવ્યું હતું અને પરિવારે રામજી વાડી " કોવીડ" કેર આઇસોલેશન સેન્ટર બુડિયાનો ઘણો ઘણો આભાર માન્યો હતો.
Comments