રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને રોટરી કલબ ઓફ સુરત દ્વારા સચિનમાં ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 🩺
- Praja Pankh
- Mar 14, 2021
- 1 min read
સચિન : ભારતના અમૃત મહોત્સવ નિમિત્તે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને રોટરી કલબ ઓફ સુરત દ્વારા તા. ૧૪/૦૩/૨૦૨૧ ના રોજ "ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ" નું આયોજન હાથ ધરાયું હતું. જેનું ઉદઘાટન રોટરી કલબ સુરતના પ્રેસિડેન્ટ ડૉ. અજય મહાજને કર્યું હતું. આ કેમ્પમાં આજે ૧૨૩ જેટલા જરૂરિયાતમંદો પધાર્યા હતા જેમાં ૬૫ જેટલા દર્દીઓએ નિદાન કરાવ્યું હતું. આજે માજી પ્રેસિડેન્ટ નીખીલભાઈ મદ્રાસી, કમલભાઈ ગાંધી અને અન્ય પદાધિકારીઓ તથા વોર્ડ નંબર ૩૦ ના નવનિયુક્ત યુવા કાઉન્સિલ હસમુખભાઈ નાયકા તથા ચિરાગ સિંહ સોલંકી , સચિન હોમગાર્ડ કમાંડિંગ ઓફિસર થોમસ પઠારે, હોમગાર્ડ પ્રકાશ મોર્યા, વડીલ ર્ડો રણજીતસિંહ વાંસીયા, મહારાષ્ટિયન સમાજના પ્રમુખશ્રી લક્ષ્મણભાઇ પાટીલ અને ઉપપ્રમુખ રાકેશ પાટીલ, છઠ પૂજા સમિતિના પ્રમુખ ચંદ્ર કિશોરસિંહ તેમજ મારવાડી સમાજના અગ્રણી કિસનભાઈ ગઢવી એ વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી. કેમ્પમાં નીચે મુજબના નામાંકીત ડોકટર શ્રી ઓ સેવા આપી છે
૧, ગાયનોકોલોજિસ્ટ ડૉ. દિપ્તી પટેલ, લવ એન્ડ કેર હોસ્પિટલ સુરત અને તેમની ટીમ,
૨, જનરલ સ્પેશયાલિસ્ટ ડૉ. અનિલ કોટડીયા, સમર્પણ હોસ્પિટલ સચિન અને એમની ટીમ,
૩, ઇ.એન.ટી. સ્પેશયાલિસ્ટ ડૉ.અજય મહાજન તથા
૪, ડેન્ટલ ડૉ.વિરલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં આરસીસી અને સમર્પણ હોસ્પિટલ ના ટ્રસ્ટી (આરસીસી પાસ્ટ પ્રમુખ) શાંતિલાલ બલર દ્વારા દવાનું ફ્રી વિતરણ કરાયું હતું. કોવીડ ૧૯ ના નિયમોનું પાલન કરી આજનો આ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ સચિન પબ્લિક સ્કૂલ, સુડા સચિન ખાતે સવારે ૦૯ થી બપોરે ૦૧ કલાક સુધી રાખવામાં આવેલ હતો એવું આરસીસી પ્રમુખ ગુલામ ફારૂખ શેખે જણાવ્યું હતું. કાર્યક્રમમાં આરસીસી ના સહુ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ વર્કમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો....
Opmerkingen