રોટરી કલબ ઓફ સુરત અને આર સી સી લાજપોર દ્વારા સેન્ટ્રલ જેલને કેદીઓના અભ્યાસ હેતુ બેંચીસ અર્પણ કરાઇ
- Praja Pankh
- Jun 15, 2021
- 2 min read

સચિન પ્રજાપંખ : અતિ આધુનિક કહેવાતી હાઇટેક લાજપોર સેન્ટર જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ હમેશા પ્રફુલ્લીત દેખાતા હોય છે, કેમ કે, જ્યારથી આઇ પી એસ મનોજ નિનામાએ હાઇટેક લાજપોર સેન્ટર જેલનો ચાર્જ સંભાળ્યો અને તે સમયથી કેદીઓ સાથે માનવતાભર્યુ વર્તન કરીને દરેક્નુ દિલ જીતી લીધુ છે, આ પ્રથમ અધિકારી છે જેના કાર્યકાળ દરમિયાન અનેક કેદીઓ એ પોતાના મહેનતાણાની બચતમાંથી ૨૦૦-૫૦૦ કોરોના નિમિત્તે મુખ્યમંત્રી રાહત ફંડ્મા દાન કેદીઓ દ્વારા થયુ છે. નિનામા દરેક કેદીઓનુ ધ્યાન રાખે છે. જેથી આ હાઇટેક સેન્ટર જેલમાં સામાજીક, રાષ્ટ્રીય પર્વ, ધર્મિક કથા અને શૈક્ષણિક, ખેતી વગેરે તમામ પ્રકારના કાર્યો એમના દેખરેખમાં થતાં રહે છે, આજ કારણે એમણે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ લાજપોરને પત્ર લખ્યો અને અગાઉ રોટરી દ્વારા ૩૦ બેંચીસ અહી ભણતર માટે અપાઇ હતી અને હાલમાં જેલમા ભણતા કેદીઓની સંખ્યા વધી જતા બીજી ૧૦ બેંચીસ આપવા જણાવેલ અને આર સી સી પ્રમુખ ગુલામ ફારુખ મોહમદમિયા શેખે મિટિંગમાં ચર્ચા કરી રોટરી કલબ ઓફ સુરત પ્રેસીડેંટ ડો. અજય મહાજન સાથે ચર્ચા કરી આજે ૧૫-૦૬-૨૦૨૧ ના સાંજે ૧૦ બેંચીસ આઇપીઅએસ મનોજ નિનામાને જેલના ભણતાં કેદીઓ માટે રોટરી કલબ ઓફ સુરત પ્રેસીડેંટ ડો. અજય મહાજન અને એમની ટીમ અને આર સી સી લાજપોર પ્રમુખ ગુલામ ફારુખ મોહમદમિયા શેખ અને એમની ટીમ હસ્તે અર્પણ કરાઇ હતી

આજના આ કાર્યક્રમને સફળ બનાવવા સુરતથી રોટરી કલબના પાસ્ટ પ્રમુખ કમલ ગાંધી, પાસ્ટ પ્રમુખ ગિરિશ શેઠી, રોટરીયન અલ્પેશ શેત્રંજીવાલા, રોટરીયન રાજેશ દેસાઇ, રોટરીયન દિપક ગાંધી તથા આર સી સી નાં ઉપપ્રમુખ સુખરામ ચૌધરી, પાસ્ટ પ્રમુખ પ્રકાશ ભાવસાર, આરસીસી મેમ્બર ચંદ્ર કિશોર સિંહ, શ્યામ શર્મા, શિરિષ ચોવટીયા અને લાજપોર જેલનાં જેલ વિભાગનાં આસિ. એંજીનિયર અશોકભાઇ ડી. પટેલ, સિનિયર જેલર આર ડી શ્રીમાળી, બી કે બેલિમ, જેલર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે રોટરી કલબ ઓફ સુરત પ્રેસીડેંટ ડો. અજય મહાજન તથા આર સી સી લાજપોર પ્રમુખ ગુલામ ફારુખ મોહમદમિયા શેખ હસ્તે ૧૦ બેંચીસ અર્પણ કરાઇ અને અંતે જેલ સુપ્રિ.આઇ પી એસ મનોજ નિનામા એ આભર માન્યો હતો.
Comments