રન એન્ડ રાઇડર્સ ગૃપ, સુરતનાં ધર્મેશ પટેલ અને ટીમનું સફળ સાયકલીંગ
Feb 13, 2022
1 min read

પ્રજાપંખ હાંસોટ તા.૧૩ ( વિજય પટેલ દ્વારા ) નારેશ્વર રાઈડ્સ ઇવેન્ટ વીથ ભરૂચ દ્વારા આયોજીત સાયકલીંગ સ્પર્ધામાં આજરોજ ભરૂચથી નારેશ્વર સુધી 80 કીમીનું સફળ સાયકલીંગ રન એન્ડ રાઇડર્સ ગૃપ, સુરતનાં ધર્મેશ પટેલ અને તેમની ટીમે કર્યું હતું. ભરૂચથી નીકળી કબીરવડથી લઈ નારેશ્વર સુધીની રાઈડ 45 કીમી પૂર્ણ કરીને ફરી પરત આવવા માટે રાઇડ શરૂ કરી કુલ 80 કીમી જેટલું અંતર કાપી ભરૂચ પહોંચ્યા હતાં.
નારેશ્વર ભરૂચ રાઈડ ગૃપનાં લીડર દ્વારા સૌને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સૌ સ્પર્ધકોએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.



Comments