રઘુવીરસિંહ વાંસીયાનાં સામાજિક ટ્રસ્ટ દ્વારા સચિન ખાતે યોજાઈ ઈફ્તાર પાર્ટી
- Praja Pankh
- Apr 24, 2022
- 2 min read
મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરો રોઝા રાખી પવિત્ર રમઝાન માસ ઉજવી રહ્યા છે. ત્યારે રઘુવીરસિંહ વાંસીયાના અધ્યક્ષ સ્થાને અને મિત્રો દ્વારા રોઝા ખોલવવા માટે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


સચિન : હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરો રોઝા રાખી પવિત્ર રમઝાન માસ ઉજવી રહ્યા છે. ત્યારે રઘુવીરસિંહ વાંસીયાના અધ્યક્ષ સ્થાને અને મિત્રો દ્વારા રોઝા ખોલવવા માટે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમજાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે. પરંતુ આજે સચિન ખાતે વર્ષોના હિંદુ મુસ્લિમ મિત્રોએ એકતાની ભાવના જાગૃત કરી નવી મિશાલ સમાજ સામે મુકી માનવ ધર્મ નિભાવ્યો હતો. વોર્ડ- 30 ના જાણીતા અગ્રણી જયેશભાઇ દેસાઇએ જણાવ્યું કે, સચિન ખાતેના પ્રખ્યાત ભાઇ ભાઇ એગ્સ સેંટર ખાતે સ્થાનિક અને આજુબાજુના ગામોમાં રહેતા મુસ્લિમ સમાજના બિરાદરો અને મિત્રો માટે ખાસ રઘુવીરસિંહ વાંસીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખાવામાં આવ્યો હતો. આ ઈફ્તાર પાર્ટીમાં અમે અને અમારી પરિવારોની બહેનો દ્વારા રમઝાન માટેના નાસ્તાની ખાસ રેસિપી દ્વારા રસોઇ તૈયાર કરી હતી અને મુસ્લિમ બિરાદરો અને મિત્રોને એ સ્વાદિષ્ટ ભોજન ઇફતારી માટે પીરસ્યું હતું. સચિનના સ્થાનીક મિત્રો એમના પરિવારે અને અન્ય અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના કાર્યક્રમમાં ખુદ વોર્ડ-30 ના કોંગ્રેસ સંગઠન પ્રમુખ જયેશભાઇ દેસાઇ, રઘુવીરસિંહ વાંસીયા, કિશનભાઇ ચારણ, મુલચંદભાઇ બોરીવાલા, ભદ્રેશસિંહ પરમાર, ધરમેંદ્રસિંહ વાંસીયા, લાલાભાઇ પટેલ, અતુલભાઇ દેસાઇ, વિજયસિંહ રાઠોડ, રાજેશભાઇ દેવરે, લાજપોરના સરપંચ બસિરભાઇ ખલિફા, ઇમરાન બુલબુલીયા, મોહમદ બુલબુલીયા, ઇસ્લામ્પુરાથી જુબેરભાઇ મુલ્લા, ગુલામ જીલાનીભાઇ શેખ, સાજિદભાઇ શેખ, કપ્લેઠા સરપંચ સુફીયાનભાઇ ડેગીયા, બશિરભાઇ મંગેરા, દાઉદભાઇ કછોલિ, ઝુબેરભાઇ, ઇરફાનભાઇ, અયાન, ઇનાયત શેખ પારડી, ઇમ્તિયાઝ ખેખ, એડ્વોકેટ નદિમ સૈયદ, ઐઝઝ ખાન, સલમાન શેખ ઉન, બાબુભાઇ પઠાણ, ઇમરાનભાઇ, સાથે આજૂ બાજુના ગામોના સામાજિક અગ્રણીઓ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી અને ઇફતાર પાર્ટીમાં પધારી રોઝાના સમયે અલ્હાની દુઆ કરીને રોઝા ઉપવાસ છોડ્યા હતાં અને અંતે નમાઝ પઢી ઇફતાર પાર્ટીને સફળ બનાવી હતી. Pls Like, share & Subscribes
Comentários