top of page

યુવાનોને સંગઠિત કરવા રમતગમત ટુર્નામેન્ટ અવારનવાર યોજાય તે આવશ્યક: હર્ષભાઈ સંઘવી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 8, 2022
  • 1 min read

ડુમસ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટમાં વિજેતા તથા રનરઅપ ટીમને ઈનામ આપી પ્રોત્સાહિત કરતા ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી


પોલીસ કમિશનરની નવતર પહેલ હેઠળ પોલીસકર્મીઓ માટે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સંપન્ન

પ્રજાપંખ સુરત:શુક્રવાર: ગૃહ, યુવા રમતગમત અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને શહેર પોલીસ અને સુરત વોલિબોલ એસોસિએશન દ્વારા ડુમસ ખાતે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સ્પર્ધા સંપન્ન થઈ હતી. જેમાં મંત્રીશ્રીના હસ્તે વિજેતા ટીમને રૂ.૫૧ હજાર અને તથા રનરઅપ ટીમને રૂ.૩૫ હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનોને સશક્ત શિસ્તબદ્ધ બનાવવા રમતગમત જરૂરી છે. તેમણે પોલીસ કમિશનરશ્રી અજય તોમરની નવતર પહેલ સમાન બીચ વોલિબોલ ટુર્નામેન્ટના આ પ્રકારના આયોજન થકી યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ જળવાઈ રહેશે. યુવાઓ નશાના રવાડે ન ચડે તેમજ સશક્ત બને, પોલીસ અને આમ નાગરિકો વચ્ચે અંતર ઘટે એ માટે યુવાનોને સ્પોર્ટ્સ ક્ષેત્ર તરફ વાળવા આવશ્યક હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આ ટુર્નામેન્ટ એ પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ સર્જવાનો મુખ્ય અભિગમ છે. કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ ક્યારેક કડક પણ બનતી હોય છે. જેના લીધે લોકોમાં પોલીસ પ્રત્યે ડર રહેતો હોય છે. આ ભયને દૂર કરવામાં પોલીસની હકારાત્મક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ નિમિત્ત બનશે. યુવાનોને સંગઠિત કરવા રમતગમત ટુર્નામેન્ટ અવારનવાર યોજાય તે જરૂરી છે.

આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમર, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, કોપોરેટરશ્રીઓ, પોલીસ સ્ટાફ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page