top of page

યંગેસ્ટ સાયબર એક્સપર્ટ મીત શાહને દિલ્હી ખાતે સોનુંસુદના હસ્તે ifa એવોર્ડ આપવામાં આવ્યો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 31, 2021
  • 1 min read

સાયબર સિક્યોરિટીના જટિલ કેસોમાં મહત્તમ પ્રેક્ટિસ કરી હતી

પાછલા 2થી3 વર્ષમાં ભારત અને સુરતમાં સાયબર સિક્યોરિટી કેસો સોલ્વ કર્યા હતા








સુરત પ્રજાપંખ : ચેલેન્જિંગ ફિલ્ડ સાયબર સિક્યોરિટીના વિષયમાં મહત્તમ પ્રેક્ટિસ અને જટિલ ગણાતા કેસોમાં ઉકેલ લાવવા બદલ સુરત શહેરના યંગેસ્ટ એવા મીત શાહને 30 ઓક્ટોબર 2021 દિલ્હી ખાતે ifa (ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ ) થી સન્માનીત કરવામાં આવ્યા હતા.તેઓનું બૉલીવુડના ફિલ્મસ્ટાર સોનુ સુદ ને હાથે એવોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા હતા સુરત શહેરના મીત શાહે છેલ્લા 2 થી 3 વર્ષ દરમ્યાન ભારતમાં અને સુરત શહેરમાં પણ મહત્તમ પ્રમાણમાં સાયબર સિક્યોરિટી અને તેને લગતા કેસોમાં ઉકેલ આપ્યો હતો... તેમના આ કામની નોંધ લેવાતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.એટલુંજ નહિ સાયબર સિક્યોરિટીમાં નેશનલ અને ઈન્ટરનેશલ ફલક ઉપર પણ તેઓએ રેકોર્ડ બ્રેકીંગ કામ અને કેસો ઉપર ઉકેલ આપ્યો હતો જેમાં મોટી- કંપનીઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓની સમસ્યાઓ ઉપર પણ સાકરાત્મક આઉટપુટ આપવામાં આવ્યું હતું.જે બદલ મીત શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેઓને બોલિવુડના અભિનેતા સોનુ સુદના વરદ હસ્તે આપવામાં આવ્યોપ હતો.તેમની આ સિદ્ધિને લઇ યંગેસ્ટ મિત શાહે સાયબર સિક્યોરિટીની ફિલ્ડમાં ભારતમાં સુરતનું ગૌરવ અને નામ રોશન કર્યું હોઈ તેવું જરૂર થી કહી જ શકાય.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page