top of page

મોબાઈલ ચોર સચિન પોલીસ કસ્ટડીમાં પુરાયો.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 31, 2022
  • 2 min read

અનડિટેકટ ઘરફોડ ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી સરાહનીય કામગીરી કરતી સચીન પોલીસ


સચિન પ્રજા પંખ : ૩૦/૦૮/૨૦૨૨, : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦ર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર "એફ" ડીવિઝન સાહેબશ્રી નાઓએ ગઇ તા-૨૯/૦૮/૨૦૨૨ ના રોજ ઘરફોડ ચોરીના બે ગુનાઓ દાખલ થયેલ હોય અને બન્ને ગુનાઓ અનડીટેક્ટ ગુન્હો હોય જે ગુનાને શોધી કાઢવા માટે આપેલ સુચના નાં આધારે પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ચોર ને ઝબ્બે કરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન અ.હે.કો.સહદેવસિંહ ગજેન્દ્રસિંહ તથા અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઇ તથા અ.પો.કો.જયસુખભાઇ કેશુભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમીનાં આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી સોહેબ મુન્નાભાઇ અંસારી રહે-આર્શીવાદ ઇન્ડસ્ટ્રીઝ પાસે આશીષ હોટલની પાછળ, સચીન જી.આઇ.ડી.સી.સુરત શહેર નાઓને શોધી કાઢી તેની પાસેથી (૧) iPhone-11 જેનો IMEIર્ન 356314140008470 તેમજ IMEIર્ન-356314140245916 જેની કીમત રૂપિયા આશરે ૫૭,૦૦૦/- (૨) ornePlus Nord CE2 જેનો IMEIર્ન-863825069 110431 તેમજ IMEI-863825069110423 જેની કી.રૂ.૨૫,૦૦૦/- તથા નોકીયા કંપનીનો કીપેડ-ફોન મોડલ નં AT-1174 જેનો IMEI નં-353111110287339 તેમજ IMEI નં-353111112287337 જેની કી.રૂ.૧,૪૦૦/- તથા (૨) વીવો કંપનીનો મોડલ નં Y-90 જેનો IMEI નં-863521044179019 તેમજ IMEI નં 863521044179001 જેની કી.રૂ. ૭,૫૦૦/-નો મળી કુલ્લે કિમત રૂ.૯૦,૯૦૦/-ની મત્તાનો બન્ને ગુન્હામાં ચોરીમાં ગયેલ તમામ મુદામાલ આરોપી પાસેથી રીક્વરી કરી કાયદેસરની કાર્યવાહી કરી સચીન પો.સ્ટે. "A" પાર્ટ ગુ.રજી.નં ૧૧૨૧૦૦૫૪૨૨૨૧૧૪/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ તથા સચીન પો.સ્ટે. "A" પાર્ટ ગુ.રજી.નં ૧૧૨૧૦૦૫૪૨૨૨૧૧૫/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી ખુબ જ પ્રશંસનીય કામગીરી સચિન પોલીસ ટીમવર્ક દ્વારા કરવામા આવેલ અને સફળ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ જે સામેલ હતાં તેમાં ખુદ (૧) પો.ઇન્સશ્રી આર.આર.દેસાઇ (૨) પો.સ.ઈ.શ્રી એચ.જે.મચ્છર (૩) એ.એસ આઇ.પિતામ્બર વ્યકંટ (૪) એ.એસ.આઇ.કિશોરભાઇ માધવરાવ (૫) અ.હે.કો. સહદેવસિંહ ગજેન્દ્રસિંહ (૬) અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઇ (૭) અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઇ (૯) અ.પો.કો કલ્પેશભાઇ બાપુરાવ (૮) અ.પો.કો. જયસુખભાઇ કેશુભાઇ અને

(૧૦) અ.પો.કો.દશરથભાઇ માવજીભાઇ સામેલ હતાં જેમણે ઉપરોક્ત સફળ કામગીરી કરી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page