મેફ્ડ્રોન માદક ડ્રગ્સના જથ્થા સાથે.....
- Praja Pankh
- Jun 13, 2021
- 3 min read
એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સના જથ્થા સાથે ભાટીયા ચેક પોસ્ટ પાસે એક મહિલા સહિત ચારની ધરપકડ કરતી સુરત ક્રાઇમ બ્રાંચ

એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ પકડીને સુરત ક્રાઇમ બ્રાંચે પ્રશંસનિય કામગીરી કરી છે. આવા નશીલા પદાર્થોની બદી નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને રોકવા માટે પોલિસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ના કેસો કરવાની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલિસ કમિશ્નર સુરત શહેર નાઓએ માદક ડ્રગ્સ ની હેરા-ફેરીને અટકાવવા માટે ખાસ ‘’ ડ્રગ્સ મુક્ત સુરત ’’ જુંબેશ શરુ કરી છે. જે અન્વયે આ એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ ઝડપાયું છે.
સચિન : કહેવાય છે એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સનુ સેવન મુંબઈ જેવા મોટા શહેરોમાં વધુ થાય છે ભારતની ૬૫ ટકા યુવાધન માંથી અનેકો આમા ફસાયા છે, આવા નશીલા રસ્તાઓ પર જતુ યુવા ધન જે સમાજ માટે ગંભીર અને એક સમસ્યા રુપ છે. જેને રોકવા ફક્ત પોલિસ જ નહી આમ આદમીએ પણ આગળ આવવું જોઇએ. ગત રોજ ભાટીયા ખરવાસા બ્રીજ પાસેથી એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ પકડીને સુરત ક્રાઇમ બ્રાંચે પ્રશંસનિય કામગીરી કરી છે. આવા નશીલા પદાર્થોની બદી નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને રોકવા માટે પોલિસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ના કેસો કરવાની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલિસ કમિશ્નર સુરત શહેર નાઓએ માદક ડ્રગ્સ ની હેરા-ફેરીને અટકાવવા માટે ખાસ ‘’ ડ્રગ્સ મુક્ત સુરત ’’ જુંબેશ અન્વયે ઉપરનાં માર્ગદર્શન અને સુચનાઓ મુજબ અધિક પોલિસ કમિશ્નર ટ્રાફીક એન્ડ ક્રાઇમ તથા નાયબ પોલિસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચની સુચના અન્વયે મદદનીશ પોલિસ કમિશ્નર ક્રાઇમનાઓના સ્થાનિક માર્ગદર્શન અને સુચનાઓ હેઠળ ક્રાઇમ બ્રાંચના પોલિસ ઇન્સ્પેકટર તેમજ પોલિસ સબ ઇન્સ્પેકટર દ્વારા અલગ અલગ ટીમો બનાવી એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ વેચાણ હેરા-ફેરીની બદીને અટકાવવા કાયદેસરની કાર્યવાહી કરવા સારું સ્પે. ડ્રાઇવમાં રહી વર્ક–આઉટમાં રોકાયેલ તે દરમિયાન ખરવાસા ડીંડોલી બ્રીજ નીચે ટી પોઇન્ટ પરથી ચોક્કસ મળેલ બાતમીના આધારે એક સફેદ કલરની ટેક્સી પાસીંગની હુન્ડાઇ નંબર જી જે 23 એટી 3865 માં ડ્રાઇવર સહીત એક મહિલા અને અન્ય ત્રણ પુરુષો પાસેથી એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ 79 ગ્રામ કિ. રુપિયા 7,90,000/- ની મત્તાનો એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સ અને અન્ય માલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મુદ્દામાલમાં એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સનો જથ્થો કુલ્લે ૭૯ ગ્રામ રુપિયા 7,90,000/-, મોબાઇલ ફોન કુલ નંગ 06 રુપિયા 83000/-, રોકડા રુપિયા 4,૩૮૦/- ડીઝીટલ વજન કાંટા નંગ્ 01 – રુપિયા 200/-, હુંન્ડાઇ કાર કિંમત રુપિયા 3,50,000/- આમ કુલ રુપિયા 12,27,580/-નો મુદ્દામાલ મુંબઈ થી સુરત લાવવા સાથે પકડાયેલા એમ.ડી. (મેફ્ડ્રોન) માદક ડ્રગ્સના આરોપી તરીકે (1) કમલેશ શાંતીલાલ દુગડ જૈન ઉમર 38, ધંદો જમીન દલાલી અને પાનનો ગલ્લો, રહે સાનિધ્ય રેસીડેન્સી પર્વત પાટીયા, સુરત (2) વિકાસ કુમાર ઉર્ફે વિક્કી હસમુખભાઇ પટેલ, ઉમર 27, રહે – ક્રીષ્ણા રેસીડેન્સી ન્યુ કોસાડ રોડ, અમરોલી, સુરત, (3) ક્રિષ્ણાદત્ત સુરેશચંદ્ર દુબે ઉમર 36, રહે – રાજદિપ સોસાયટી, કરાડવા રોડ, ડીંડોલી,સુરત (4) પૂજા રાજેશ્વર મોહન ગુપ્તા ઉમર 25, રહે - પ્રગતિ સોસાયટી, કારગીલ ચોક પિપલોદ – સુરત કે જેઓની પુછ-પરછ્માં બહાર આવ્યું છે કે, એક મુંબઈના બાર માં ડ્રગ્સ લિધેલુ અને સુરતમાં મારા માટે આ ડ્રગ્સ લાવું છુ અને પૂજા કમલેશની પ્રેમિકા છે અને મુંબઈ થી સુરત આવતા ફેમિલી સાથે હોય તો ચેકિંગમાં વધુ તકલિફ ના પડે એટલે પૂજાને સાથે લઈ ગયા હતાં નુ કબુલ્યુ છે. આમ ગુન્હામાં મુળ સુધી પહોંચી ગુન્હામાં સંડોવાયેલા તમામ ઉપરોક્ત આરોપીઓની ઘરપકડ કરવા તેમજ તેઓની સામે પુરાવા એકત્ર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી તેમને મહત્તમ સજા થાય તે સુનિચ્ચિત કરવા સખત કાર્યવાહી હાથ ધરેલ છે. નશીલા પદાર્થો ગુનાહિત બાબત છે અને ગંભીર સમાજ સમસ્યા પણ છે જેથી સુરત શહેર પોલિસ પ્રજાના સાથ સહકાર સાથે સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવાના લક્ષાંક સાથે સતત કાર્યશીલ રહેશે.
Comentários