top of page

મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 24, 2021
  • 2 min read


સુરત કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસે ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થો વજન ૧૯૬.૨/- ગામ કિંમત રૂપિયા ૧૯,૬૨,૦૦૦/ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ...


સચિન પ્રજાપંખ : પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા સારૂ “ NO DRUGS IN SURAT CITY " નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગે મળેલ સુચના અનુસાર અધિક પોલીસ કમિશનર ટ્રાફીક એન્ડ ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર કાઇમબ્રાંચ, મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચની સુચના મુજબ સુરત શહરેમાં ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધો કરતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને ભવ્ય સફળતા મળી. પ્રાપ્ત થતી વિગત પ્રમાણે સુરત શહેર ક્રાઇમબ્રાંચના પો.સબ ઇન્સ.ને મળેલ બાતમી આધારે તા. ૨૪/૦૯/૨૦૧૧ ના રોજ રાત્રી દરમ્યાન સુરત કડોદરા રોડ ઉપર નિયોલ ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી, ફિલ્મી ઢબે ગોલ્ડન બ્રાઉન કલરની હોન્ડા અમેઝ ગાડી નંબર GJ-05-RM-4881 ને પકડી પાડી તેમાં બેસેલ આરોપીઓ કે જેમના નામ

(૧) ઇમરાન અબ્દુલ રશીદ શેખ ઉ.વ.૩૭ રહેવાસી, રાંદેર સુરત (ર) ઇમરાન ઉર્ફે બોબા ૬/૦ ફકરૂદ્દીન ખાન ઉ.વ.૪૨ રહેવાસી. કોઝવે રોડ રાંદેર સુરત અને

(૩) મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદ ઉ.વ. ૧૯ રહેવાસી. કોઝવે રોડ આમલીપુરા રાંદેર સુરત નાઓને રંગે હાથે ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થો વજન ૧૯૬.૨/ ગ્રામ કિંમત રૂપિયા ૧૯,૬૨,૨૦૦/ તથા રોકડા રૂપિયા ૨,૪૯,૫૦૦/- તથા મોબાઇલ તથા અમેજ કાર મળી - કુલ્લે કિંમત રૂપિયા ૨૮,૪૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. મળી આવેલ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થા અંગે ડી.સી.બી પો.સ્ટે.ને કાયદેસરની કાર્યવાહી કરી એન ડી પી એસ NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), રર(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થો મુંબઇ નાલાસોપારા ખાતેના એક ઇસમ પાસેથી ખરીદ કરી ફોરવ્હીલર ગાડીમાં સુરત ખાતે લાવી સુરત શહેર વિસ્તારમાં છુટકમાં વેચાણ કરતા હોવાની હકિકત જણાવેલ છે. જેથી હવે આ આરોપીઓ સુરત શહેરમાં કોને કોને એમ.ડી.ડ્રગ્સનો જથ્થો આપવાના હતા તે અંગે આરોપીઓ હાલ કોઇ હકિકત જણાવતા નથી જે દિશામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ ચાલુ છે. વધુમાં આરોપી ઇમરાન અબ્દુલ રશીદ વિરૂધ્ધ લાલગેટ પોલીસ સ્ટેશન ફસ્ટ ૭૫૮૨૦૧૯ ઇ.પી.કો. કલમ. ૪૯૮(ક) મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેમાં તેની ધરપકડ થયેલ છે. આરોપી છુટકમાં ડ્રાયવીંગનો ધંધો કરે છે.જ્યારે બીજો આરોપી ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદ્દીન ખાન રાંદેર ફસ્ટ ૨૩૦/૨૦૧૯ ઇ.પી.કો. ૩૦૭ ના ગુનામાં પકડાયેલ છે. ”આમ સદર ગુનામાં રર મહિના જેલમાં રહિને આવેલ છે. તેમજ રાંદેર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૭૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ, ૫૦૬(૨) મુજબનો દાખલ થયેલ છે. આરોપી ગાડી લે વેચની દલાલીનુ કામ કરે છે. અને ત્રીજો આરોપી મુઆઝ ઉર્ફે મુજા ઇબ્રાહીમ સૈયદનાઓ આરોપી ઇમરાન ઉર્ફે બોબા સાથે રાંદેર પો.સ્ટે.ના ઇ.પી.કો ૩૦૭ ના ગુનામાં પકડાયેલ છે. આરોપી રાંદેર ટાઉનમાં ગુડલક મસ્તુ નામની ઇંડાની તથા ચાની લારી ચલાવે

છે. હજી વધુ કડી મેળવવા આ ગુનાની આગળની વધુ તપાસ સુરત શહેર કાઇમબ્રાંચ ચલાવી રહેલ છે.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page