top of page

સચિન ખાતે માતાના વિયોગમાં ૧૩ વર્ષની પુત્રીએ ગળે ફાંસો ખાઈ લીધો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 25, 2021
  • 1 min read






સચિન પ્રજા પંખ : પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના પટનાનાં વતની અને હાલ સચિન ખાતેનાં સાઇદર્શન સોસાયટીમાં રહેતા ટાયરના વેપારી નિલેશ શર્મા છે. તેઓની પત્ની ચાર મહિના પહેલા યુપીવાસી પરપુરુષ સાથે ભાગી જતાં તેઓની ધો. ૮ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની લાડલી પુત્રી વાંશિકા નારાજ થઈ હતી. પોતાની મમ્મી ને ઘરે પરત બોલાવવાની જીદ કરતી રહેતી હતી. પરંતુ પિતા નિલેશ પણ લાચાર હતો અને આ લાચારીમાં બે થી ત્રણ વાર વીડિયો કોલ અને ફોન પર મમ્મી સાથે વાત પણ કરાવી હતી. પણ પુત્રી માની ન હતી અને મમ્મી વગર તે આપઘાત કરી લેવાનું વિચારતી હતી, હવે મમ્મી આવશે નહિ જાણી ને ગત રોજ બપોરે ૨.૧૫ કલાકે ઘરનાવાડા પાછળ લોખંડ ની એંગલ સાથે દુપટ્ટો બાંધી પોતાના ગળામાં ફાંસી લગાવી લીધી હતી. ઘટનાની જાણ પિતાને થતાં નિલેશ શર્મા અને મોટા ભાઈ એવા અખિલેશ શર્મા એ વાંશિકાને નીચે ઉતારી સારવાર અર્થે સિવિલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કરી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page