મીઠોળા ઓવર બ્રિજ પર પ્રાણ ઘાતક અકસ્માત....
- Praja Pankh
- Jan 26, 2023
- 1 min read

સચિન :ગત રોજ સવારે કપ્લેથા નાં વાળા ગામ ખાતે મળસ્કે ગોઝારી ઘટના બની ગઈ કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરથી ટક્કર મારી સ્થાનિક ઇસમને ઉડાવી પોતે ઊડન છુ થઈ ગયો,
કપ્લેથા ગામના સરપંચ શ્રી સુફિયાન ડેગ નાં જણાવ્યા મુજબ મને સવારે જાણ થતાં હું તરતજ અકસ્માત સ્થળે પોહચી ગયો અને જોયું કે નવસારી મરોલીના હદમાં આજે સવારે મળસ્કે ૫ થી ૬ વાગ્યાની આસપાસ મીઠોળા ઓવર બ્રિજ પર પ્રાણ ઘાતક અકસ્માત થયો છે અને મરનાર વ્યક્તિની ઓળખમાં તે નામે બહારમિયા પઠાણ છે કપલેથા નો રહેવાસી છે અને અંદાજિત ઉંમર ૪૨ ની આસપાસ ની છે. કહેવાય છે તે ઇંટના ભઠ્ઠા માં નાની દુકાન ચલાવતો હતો, આજે સવારે આ અકસ્માતમાં મરણ જનાર કઈ હદમાં છે જેની મરોલી અને સચિન પોલીસ ની મોટી ચર્ચા થઈ રહી હતી અને અંતે હું સુફિયાન ડેગ ગામના સરપંચ તરીકે જઈને મરોલી હદ ની નિશાની બતાવી ત્યારે સમગ્ર મામલો મરોલી પોલીસે હસ્તક લઈને આગળની કાર્યવાહી કરી છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ભાગી ગયો તો ગયેલ છે પરંતુ તે પોલીસ નાં સીસીટીવી માં તો ઝડપાઈ જ જશે.
Comentários