top of page

મુખ્ય મંત્રીના હસ્તે કનકપુર હાઉસિંગને નવા રૂપ રંગ સાથે દશેરાના પર્વ પર મળ્યો નવો ગાર્ડન...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 15, 2021
  • 2 min read

સુરત મનપા અને સુડાના રૂ.૧૭૨ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત

કેન્દ્રીય મંત્રીશ્રીઓ, પ્રદેશ અધ્યક્ષશ્રી અને સાંસદ તેમજ રાજ્ય ના મંત્રીશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ રહી


સચિન પ્રજા પંખ દ્વારા: આજે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ ધરી છે જેમાં કનકપુર ને પણ આજે કનકપુરનાં સીઓપી ૫ પૈકી માં અંદાજિત રૂ.૮૨ લાખનો સુવિધાઓથી સજ્જ સાથેનો બાળકોના રમતના સાધનો સાથેનો અને વિવિધ ફૂલ ઝાડ સાથેનો નયન રમ્ય ગાર્ડન પણ અર્પણ કરાયો...જેમાં મેડિટેશન હોલ, ફાઉન્ટન, વોક વે અને પ્લાંટેશન અને બાળકોના રમતના સાધનો

સાથેનો ગાર્ડન અર્પણ કરાયો, મહાનગરપાલિકા વિકાસની ગતિને વધુ તેજ બનાવી રહી છે. આજે સુરતથી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાદાએ બાળકોને રમવાં અને વરિષ્ઠોને થાક ઉતારવા તેમજ યુવાનોને પ્રેરણાઓ મળી રહે જે માટે નાં કનકપૂરનાં ગાર્ડનને વચ્યુર્અલ રીતે લોકાર્પણ કર્યું. આ ગાર્ડન માટે મનપા દ્વારા વિશેષ સૂચનાઓ બોર્ડ પર આપી છે જે આ પ્રમાણે છે. બાગની મુલાકાત લેતા પહેલા ખાસ સૂચનાઓ વાંચી લેવી જરૂરી લાગે છે. અહી લખ્યું છે. બાગની સુંદરતા કાયમી જાળવવા નીચે જણાવેલ પ્રવૃત્તિઓ કરવાની સખ્ત મનાઈ છે અને એવી પ્રવૃત્તિઓ કરતા મુલાકાતીઓને રોકવાની દરેક નગરજનોની ફરજ બને છે. (૧) કચરો, ખાણી-પીણીની નાના-મોટી ચીજવસ્તુઓ, પ્લાસ્ટીકની થેલી, પાણીના પાઉચ પાન-માવા-ગુટખાની પડીકી વિગેરે ફેંકવા માટે કચરા પેટીનો ઉપયોગ કરવો. (૨) બાગના આવેલા કુલ, પાન, ઘાસ, વિગેરે તોડવાની સખ્ત મનાઈ છે. (૩) લોન ઉપર કોઈપણ જાતની રમતો જેવી કે કિક્રેટ, ફુટબોલ, વોલીબોલ, બેડમિટન, કબડ્ડી, ખોખો વિગેરે રમવાની સખ્ત મનાઈ છે. (૪) લોન પ્લોટમાં ચાલવા અને દોડવાની સખ્ત મનાઈ છે. બાગમાં ચાલવા માટે વોક-વે નો ઉપયોગ કરવો (૫) કસરતના સાધનોનો ઉપયોગ નાના બાળકોએ રમત-ગમત માટે કરવાની સખ્ત મનાઈ છે. (૬) રમત-ગમતના સાધનોનો ઉપયોગ ૧૨ વર્ષથી વધારે ઉંમરવાળાને કરવાની સખ્ત મનાઈ છે. (૭) બાગની અંદર કોઈપણ ચીજ વસ્તુઓનું વેચાણ કરવાની સખ્ત મનાઈ છે. (૮) બાગમાં ધુમપાન મધપાન કરવું નહિ, તેમજ પાન-માવા ખાઈને થુંકવાની સખ્ત મનાઈ છે. (૯) બાગમાં આવનારને અશ્લીલ હરકત કરવાની સખ્ત મનાઈ છે. તેમ છતાં તેવું કૃત્ય કરનાર ને બહાર હાંકી કાઢવાની કે તેની સામે પોલીસ કાર્યવાહી કરવાનો અબાધિત અધિકાર રહેશે (૧૦) બાગમાં અંદર પાલતું પ્રાણીઓને લાવવાની સખ્ત મનાઈ છે. (૧૧) બાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્ટી, યોગા, લાફીંગ વિગેરે પ્રકારની પ્રોફેશનલ સામૂહીક પ્રવૃત્તિઓ કરવાની સખ્ત મનાઈ છે. (૧૨) કીડીયારુ, પક્ષીઓને ચણ, પ્રાણીઓને ખાધ પદાર્થો વિગેરે બાગમાં નાખવાની સખત મનાઈ છે. (૧૩) પ્રોફેશનલ ફોટોગ્રાફી પૂર્વ મંજુરી વગર કરવાની સખ્ત મનાઈ છે. (૧૪) આપની અંગત ચીજ વસ્તુઓ તથા માલસામાનની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે. અંતે વધુમાં લખ્યું છે કે,

બાગની અંદર જણાવેલ પ્રતિબંધિત પ્રવૃત્તિ કરતા મુલાકાતી | વ્યકિતને રોકવા એ બધાનું કર્તવ્ય છે. તમામ નાગરીકો અને વરિષ્ઠ નાગરીકોનો સહયોગ આવકાર્ય છે. આમ ઉપરોકત જણાવેલ પ્રતિબંધિત પ્રવૃત્તિ કરનાર વ્યકિતઓને રોકનાર વ્યકિત સાથે તકરાર કરવી નહિ અને અમલ ન કરનારને પોલીસને સ્વાધિન કરવામાં આવશે. નાગરીકો અને વરિષ્ઠ નાગરીકોને સહયોગ આપવા જણાવે છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page