મહાવ્યથાના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી સચિન પોલીસ
- Praja Pankh
- Mar 31, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ :
સચિન પોલીસે કરી પ્રશંસનીય કામગીરી, પ્રાપ્ત થતી વિગત મુજબ છેલ્લા ચાર વર્ષથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથાના ગુન્હામાં નાસતો ફરતા આરોપીને પકડી પાડી બેસ્ટ કામગીરી ગત રોજ કરી છે. મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા અન્ય અધિકારીઓની મળેલ સૂચના મુજબ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પો.સ્ટેના તથા સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો અરવિંદભાઇ
ઉગાભાઇ બ.નં-૧૪૧૬ તથા અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં.૧૬૬૦ નાઓની સંયુક્ત બાતમી આધારે છેલ્લા ચાર
વર્ષથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથાના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ટીમ વર્કમાં કામગીરી કરી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે.
આ ચાર વર્ષ પછી પકડાયેલ આરોપીનું નામ સાગર ઉર્ફે રાજા S/O રવિ દાસ ઉ.વ.૨૫ ધંધો-રી.ડ્રા. રહે-એલ-૮૦૦, સ્લમબોર્ડ સચીન સુરત શહેર મૂળ ઓરિસ્સાની ધરપકડ કરવામાં આવેલ અને ગુનાની વિગતમાં જાણીએ તો સચીન પો.સ્ટે.ફસ્ટ ગુ.રજી.નં.-૫૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૨૬, ૪૨૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો છે. આ પ્રશંસનીય કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ નીચે મુજબના (૧) પો.ઇન્સશ્રી કે.બી.ઝાલા (૨) પો.સ.ઇશ્રી એચ.જે.મચ્છર (૩) અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪ (૪) અ.હે.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં-૧૪૧૬ (૫) અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ અને (૬) અ.પો.કો મુકેશભાઇ શિવાજીભાઇ બ.નં-૨૩૮૫ હતાં જેમણે ગ્રુપ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડી આવકારદાયક કામગીરી કરી છે.
Comments