મહિલાઓની સુરક્ષા અંગેની યોજનાઓનો જાગૃતિ કાર્યક્રમ- કે.એલપટેલ હાઈસ્કૂલ અનાવલ માં યોજાયો
- Praja Pankh
- Mar 9, 2021
- 2 min read

આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલાઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કે.એલ પટેલ હાઈસ્કૂલ અનાવલ માં આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં મહિલા અને બાળ અધિકારી શ્વેતા બેન દેસાઈ ,દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી .નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્વાતિબેન પટેલ, નાયબ મામલતદાર મહુવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ,તાલુકા આરોગ્ય અધિકારી ,સીડીપીઓ મહુવા, બીઆરસી મહુવા હેમંતભાઇ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ના પ્રમુખ વિપુલભાઈ પટેલ ,ઉપપ્રમુખ ઝવેરભાઈ પટેલ અને આચાર્ય ભુપેન્દ્રભાઈ ચૌધરી તરકાણી ના સરપચ લલીતાબેન અનાવલ ના માજી સરપંચ ઠાકોરભાઈ પટેલ જિલ્લા મહિલા અને બાળ કચેરી માં કાર્યરત
સેન્ટર ના કર્મચારીઓ ,કાછલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.પદ્માબેન તડવી , આંગણવાડી વર્કરો ,આશાવર્કરો ,શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. પદ્માબેન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવાય તે અંગે ખુબ જ સુંદર માહિતી જણાવવામાં આવ્યું હતું. નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મહિલાઓમાં અભ્યાસનું મહત્વ ,દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી દ્વારા મહિલા લક્ષી કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુંહતું. તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મહિલાઓમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગે જાણકારી,મહિલા અને બાળ અધિકારી શ્વેતા બેન દેસાઈ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આ અંગે વિશેષ સંબોધન કરવામાં આવ્યો હતો તથા આ કાર્યક્રમમાં જિલ્લા
મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત શાળા 0% ટકા રેસીયો ધોરણ એક થીઆઠ ,ધોરણ ૧ થી ૫ માં જેમણે 100% દીકરીઓને પ્રવેશ અપાવ્યો છે તેવી શાળાઓને 10000 રૂપિયા તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું અને સરકાર ની વાલી દિકરી યોજના અંતર્ગત 110000 રૂપિયા ની હુકમ વિતરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાવોની પ્રતિજ્ઞા લઇ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવ્યું હતું ત્યારબાદ સ્મીતા પટેલ મહિલા કલ્યાણ અધિકારી દ્વારા આભારવિધિ કરવામાં આવ્યું હતું અને જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સંચાલિતમહિલા કલ્યાણ અધિકારી સ્મિતા પટેલ, બીઆરસી મહુવા હેમંતભાઈ,કે.એલ પટેલ હાઈસ્કૂલ ના આચાર્ય અને કેન્દ્ર શિક્ષક
ધીરુભાઈ ,શિક્ષકો દ્વારા આ કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું.
댓글