મહિલા અને બાળ અધિકારીની કચેરી અને લોક વિકાસ સંસ્થા સચિનના સંયુક્ત ઉપક્રમે ઘરેલું હિંસાનો સેમિનાર થયો
- Praja Pankh
- Aug 22, 2021
- 2 min read

ઉમરા પોલીસ મથકના પી એસ આઈ સોનલબેન રાઠવાએ ઘરેલું હિંસા બાબતે પોલીસ પ્રક્રિયા અને પોલીસ સંરક્ષણ વિશે તથા
મહિલા કલ્યાણ સ્મિતાબેને વિધવા બહેનોને મળતી સહાયની વિસ્તૃત માહીતી આપી હતી, જ્યારે ધબકાર તંત્રી, નરેશભાઈ વરિયાએ કહ્યું કે, રામાયણ કાળમાં જે દુઃખ સીતા એ સહન કર્યું તેવું દુઃખ આજની સ્ત્રીઓએ સહન કરવાની જરૂર નથી...

પ્રજાપંખ સુરત- મહિલાઓને ઘરેલું હિંસા અંગે કાયદાકીય જાણકારી મળી રહે તથા પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને તેના માટે શું કાયદાકીય પગલા લઈ શકાય તે માટે મહિલા અને બાળ અધિકારી સુરત તથા સચીન લોક વિકાસ સંસ્થા દ્વારા બહેનો માટે ખાસ ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને લગતા કાયદાઓ, પોલીસ પ્રક્રિયા અને પોલીસ સંરક્ષણ સહિત રાજય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે લોક વિકાસ સંસ્થાના વડા સોનલબેન શ્રોફે ઘરેલું હિંસા કોને કહેવાય અને તેનાથી કેવી રીતે બચી શકાય તથા આ વિશે કાયદાકીય પોલીસ પ્રક્રિયા શું છે તે વિષય ઊંડી સમજ ઉપસ્થિત બહેનોને આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ યોજનાની માહિતી આપતાં કેન્દ્રના સંચાલક મમતાબેન કાકલોત્તરે કહ્યું કે, મહિલાઓએ ઘરેલું હિંસાને સહન ન કરી સાહસ વધારવાની જરૂર છે. જે મહિલાઓને સંસ્થાની મદદની જરૂર હોય તેને તમામ કાયદાકીય મદદ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. પીબીઍસસી સેન્ટરના કાઉન્સેલર મરીયમબેન ગામીતે હિંસાના ¬કાર જાણીને તેના મૂળ સુધી પહોંચવા માટેનું સચોટ માગદર્શન આપી સેન્ટરોની માહિતી આપી હતી.
શહેર-જિલ્લામાં કોઇ પણ પીડીત મહિલા હશે અથવા પીડીત મહિલા વિશેની જાણકારી આપનારની તમામ માહિતીઓ ગુપ્ત પણ રાખવામાં આવશે તેવી બાંયધરી આપી નારી સંરક્ષણ ગૃહ યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની માહિતી આપી હતી. ઉમરા પોલીસ મથકના પી.ઍસ.આઇ સોનલબેન રાઠવાએ ઘરેલુ હિંસા બાબતે પોલીસ પ્રક્રિયા અને પોલીસ સંરક્ષણ વિશે ઉંડાણ પૂર્વક સમજ આપી બંધારણમાં દર્શાવાયેલી કલમો અને સજાની જોગવાઇ ઉપર વિસ્તૃત સમજ આપી હતી.
મહિલા કલ્યાણ અધિકારી સ્મિતાબેન પટેલે રાજય સરકાર દ્વારા બહાર પાડવામા આવેલી યોજાનાઓ પૈકી ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય તેમજ સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. દહેજ ¬પ્રતિબંધક સંરક્ષણ અધિકારી રાધિકાબેન ગામીત દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ મુજબ ડોમેસ્ટીક વાયોલેન્સના ¬પ્રકાર અને તે વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકાય તેની માહિતીઓ આપી હતી. લોકવિકાસ સંસ્થાના ટ્રસ્ટી ધબકારના તંત્રી નરેશભાઇ વરિયાઍ જણાવ્યું હતું કે, રામાયણ કાળમાં જે દુઃખ સીતાઍ સહન કર્યુ તેવું દુઃખ આજની સ્ત્રીઓ સહન કરવાની જરૂર નથી. આજના બદલાયેલાં યુગમાં લોકો સાક્ષર થયા છે પરંતુ શિક્ષિત બહુ ઓછા છે. આપણાં ધર્મગ્રથોમાં સ્ત્રીઓને ઍક દેવી તરીકેનું સન્માન મળ્યું છે પરંતુ આજના સમયમાં સ્ત્રીઓને ભગવાન કે દેવી નહીં માનો તો ચાલશે પરંતુ તેમને સામાન્ય માણસની જેમ જીવવાનો પુરો હક-અધિકાર છે, તેને આપણે ઘરેલું હિંસાની આડમાં છીનવી શકીઍ નહીં. મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઇઍ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
સચિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નૃપાંગ કીકા ગણેશવાલાએ બેટી બચાવો, બેટી પઢાવો વિશે અમુક ખાસ મુદ્દાઓ ઉપર ઉપસ્થિતોનું ધ્યાન દોર્યુ હતું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાની માહિતીઓ પણ આપી હતી. સેમિનારમાં ઍલવીઍસના હિતેશ પટેલ, ચેરોન જૈન તથા આશાબહેનો સહિત આસપાસની વિસ્તારોની બહેનોએ હાજરી આપી હતી. અંતે ઉપસ્થિત બહેનોએ પુછેલા પ્ર¬શ્નોના હાજર અધિકારીઓએ જવાબો આપ્યા હતા.



Comments