મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ
- Praja Pankh
- Sep 16, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ :નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨માં તા 16-09-2021 ના રોજ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો 1 થી 8 સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે જ્યારે પ્લાસ્ટર ઑફ પેરિસની પ્રતિમાનો નિકાલ કરવો એક વિકટ પ્રશ્ન છે અને સાથે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થાય છે. ક્યારેક આવી પ્રતિમાઓ રસ્તા પર રઝળતી જોવા મળે છે ત્યારે એક શુભ સંદેશ સાથે સરળતાથી પાણીમાં વિસર્જન થઈ શકે તેવી માટી અને વેસ્ટ વસ્તુઓમાંથી ગણેશની મૂર્તિ બનાવવાની સ્પર્ધા શાળામાં યોજવામાં આવી હતી. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ પોતાની કારીગરી અજમાવી હતી. તેમાંથી દરેક ધોરણ વર્ગમાંથી એક મૂર્તિને શ્રેષ્ઠ મૂર્તિ પસંદ કરવામાં આવી હતી. જેમાં સંગીતાબહેન ડી. પટેલ, રાજશ્રીબહેન પટેલ તથા જયશ્રીબહેન કાથરોટિયા નિર્ણાયક તરીકે પોતાની ભૂમિકા અદા કરી હતી. શ્રેષ્ઠ મૂર્તિ તરીકે પસંદ પામેલ કૃતિઓને શાળાના આચાર્યશ્રી મિતેશકુમાર પ્રજાપતિ તરફથી અભિનંદન પાઠવ્યા હતા તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં સાથે ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
Comments