મહ્યાવંશી સમાજના રહીશો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ..
- Praja Pankh
- Apr 14, 2022
- 1 min read

ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરતાં વાંઝગામ ભારત ફળિયાના રહીશો


પ્રજાપંખ સુરત: વાંઝગામ ખાતે મહ્યાવંશી સમાજ દ્વારા ભારતરત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.મહ્યાવંશી સમાજના નિવૃત શિક્ષક કરશનભાઇ પ્રેમાભાઇ પરમાર દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પનાબેન વાંઝવાલા, યુવા એડવોકેટ જતિનભાઇ વાંઝવાલા, ભુપેન્દ્વભાઇ સુરતી, નરેશભાઇ વાંઝવાલા, શિક્ષિકા નયનાબેન સુરતી, ચાર્યાસી તાલુકાના કોગ્રેસ નેતા ગીરીશભાઇ પરમાર,માજી સંરપંચ પ્રિતેશભાઇ વાંઝવાલા તથા ભારત ફળિયાના રહીશો હાજર રહ્યા હતા.
Comments