મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ સચિન ખાતે હૃદય નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાઈ...
- Praja Pankh
- Jan 2, 2023
- 2 min read
ઉદઘાટક તરીકે લોકપ્રિય ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇની ઉપસ્થિતિ રહી હતી.
સચિન: વર્ષમાં હંમેશા સર્વ રોગ નિદાન કેમ્પ તથા માનવ કલ્યાણ નાં કાર્ય કરનારી ડી.એસ.પટેલ ટ્રસ્ટ સંસ્થા અને મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ સચિન દ્વારા તા 01/01/2023 ને રવિવારે AtoZ મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ સચિન ,સચીન ખાતે ડી.એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા તેમજ સચીન ની સામાજિક સંસ્થા ના સહયોગથી તેમજ મૈત્રીય હોસ્પિટલના સહયોગથી હૃદયરોગ નિદાન કેમ્પ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર ના સહયોગથી રક્તદાન ની શિબિર તેમજ AtoZ મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ સચિન દ્રારા જનરલ ચેકઅપ કેમ્પ તથા ફ્રી દવા વિતરણ કેમ્પનું નું ભવ્ય આયોજન કરવામાં આવેલ ઉપરોક્ત કેમ્પ સ્વ ડાહ્યાભાઈ શિવાભાઈ પટેલ ની જન્મતિથિ નિમિત્તે સતત ૧ જાન્યુઆરી એ આવા સ્થાનિક જરૂરિયાતમંદો માટે માનવ કલ્યાણ અર્થે આ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ઉપરોક્ત કેમ્પમાં 26 રક્તદાતાઓએ રક્તદાન આપ્યું જેઓને AtoZ હોસ્પિટલ તરફથી સુંદર હેન્ડબેગ આપવામાં આવી તેમજ પ્રમાણ પત્ર પણ અપાયા ઉપરાંત હદયરોગ અને જનરલના કુલ ૯૦ દર્દીઓએ લાભ લીધો તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને દવા પણ ફ્રી માં આપવામાં આવી આજના આ કેમ્પનું ઉદ્ધઘાટન લોકપ્રિય માનનીય ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ એ રીબીન કાપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો અને જણાવ્યું હતું કે સચિન ઓદ્યોગિક વિસ્તાર હોવાથી આ સંસ્થા વિનામૂલ્યે આવા કેમ્પો કરે છે જેનો ફાયદો સ્થાનિક શ્રમજીવીઓ ને વધારે થાય છે અને આવા વિનામૂલ્ય કૅમ્પો હંમેશા થતાં રહે છે હું જાણું છું અને થવા જોઈએ એવું પણ એમણે પોતાના ઉદઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું. સાથે આજરોજ ડી.એસ પટેલ ચરિટેબલ ટ્રસ્ટ અને AtoZ હોસ્પિટલ દ્રારા ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈનું જંગી બહુમતીથી વિજેતા થયેલ હોય ફુલહારથી હોસ્પિટલ ડિરેક્ટર શ્રી યોગેશ્ભાઈ સૂર્યવંશી તેમજ ડી. એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્રારા ફુલહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું વોર્ડ નંબર ૩૦ના કોર્પોરેટર શ્રી તથા કાયદા સમિતિ ચેરમેન હસમુખ ભાઈ નાયકા. કોર્પોરેટર અને બાંધકામ સમિતિ સદસ્ય શ્રીમતી પીયૂષાબેન પટેલ. વોર્ડનંબર ૩૦ ના બીજેપીના પ્રમુખશ્રી દીપકભાઈ ચૌધરી. સામાજિક કાર્યકર અને માજી સરપંચ હાલ અમેરિકા સ્થિત શ્રી રાજુભાઈ અંબેલાલ પટેલ . વિશ્રાંતિ સિનિયર સીટીઝન ક્લબ ના પ્રમુખ અને we કલબ સચિન ના પ્રમુખશ્રી દિપીકાબેન ભાવસાર તેમજ સદસ્યો RCC સચીન કનકપુરના પ્રમુખશ્રી પ્રકાશભાઈ ભાવસાર તેમજ સદસ્યો જૈન સમાજના પવનભાઈ જૈન તેમજ ભાઈઓ અને બેહનો તથા માજી સરપંચ શ્રી ધનસુખભાઇ પટેલ ઉંબર ઉપરાંત ખાસ મસ્લિમ સમાજ ઇસ્લામપુરાના જીલાનીભાઈ સાજીદભાઈ ડિવાઇન ફ્રેન્ડ્સ ગ્રુપના શાંતાબેન ગોસર તેમજ આમંત્રિત મેહમાનો. સામાજિક કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તબક્કે AtoZ પરિવારે સંદિપ દેસાઇ ધારાસભ્યશ્રી તથા અન્ય સર્વે દર્દીઓ તેમજ મહેમાનોનો આભાર માન્યો હતો સાથે સાથે વધુમાં
મૈત્રીય હોસ્પિટલ સુરતના ડોક્ટરશ્રીઓનો તેમજ સ્ટાફનો તેમજ સરદાર બ્લડ બેન્કના સ્ટાફનો અને AtoZ હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ તેમજ સ્ટાફ પરિવારનો તથા AtoZ ઇન્ફ્રોવેના સ્ટાફનો પણ AtoZ ગ્રુપે આભાર માન્યો છે સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે
ડિરેક્ટર યોગેશ સૂર્યવન્શી
AtoZ મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ સચિન હતાં
Comments