top of page

મતદાર જાગૃતિ મલ્ટીમીડિયા પ્રદર્શનને જિલ્લા કલેકટરશ્રી ડૉ.આયુષ ઓકના હસ્તે ખુલ્લું મુકાયું.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 24, 2022
  • 2 min read

કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત દ્વારા આયોજિત તથા વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગ થી યુનિવર્સિટી ના ગ્રંથાલય ખાતે ત્રિદિવસિય મતદાર જાગૃતિ અભિયાનનો થયો પ્રારંભ



સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું ત્રણ દિવસીય આયોજન

સુરતઃગુરુવારઃ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ‘અવસર લોકશાહીનો’ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના ઉપક્રમે વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે ત્રિદિવસીય મતદાર જાગૃતિ અભિયાનને જિલ્લા કલેકટરશ્રી ડૉ.આયુષ ઓકના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગથી મતદાન જાગૃતિ સાથે બહુવિધ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમનાં પ્રથમ દિવસે સુરત જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના હસ્તે નર્મદ યુનિવર્સિટીના ગ્રંથાલય સ્થિત મતદાતા જાગૃતિ મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ મતદાર જાગૃતિ અભિયાન ના ફોટો પ્રદર્શન ની સાથે જ અગ્રીમ પ્રચાર ના ભાગરૂપે યુનિવર્સિટી ના વિવિધ વિભાગો માં કરવામાં આવેલી સ્પર્ધાઓના વિજેતાઓ ને કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સાથે જ મતદાર જાગૃતિ રેલી,નાટ્ય પ્રસ્તુતિ,મતદાર જાગૃતિ નો સંદેશ આપતી નોન વુવન બેગ નું વિતરણ , મતદાન તેમજ ચૂંટણી વિશેની માહિતી આપતી સામગ્રી નું વિતરણ , વક્તવ્યો તેમજ ઉપસ્થિત તમામ નાગરિકો ને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવાની સાથેઅન્ય પ્રવુતિઓ નું આયોજન પણ કાર્યક્રમ માં કરવામાં આવ્યું ત્રણ દિવસ ના આ ફોટો પ્રદર્શન ના આગામી કાર્યક્રમો ની રૂપરેખા પણ જણાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ આયુષ ઓકે જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીનું મહા પર્વ છે. ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી તંત્રને મજબૂત કરવા સહભાગી બંને તે માટે જાગૃતતા ફેલાવતું આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસના અભિયાનમાં સિગ્નેચર કેમ્પેઈન, રેલી, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ સુરત જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના નવા ઉમેરાયેલ મતદારો તથા ૮૦ વર્ષથી વધુની વયના મતદારોના સહયોગથી મહત્તમ મતદાન થાય અને આપણે સો ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ની માહિતી આપતા જિલ્લા વડાએ જાહેર જનતા ને અપીલ કરી હતી કે મતદાન અવશ્ય કરવું એ આપણી રાષ્ટ્ર પ્રત્યે ની નૈતિક ફરજ છે .

આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી, ચોર્યાસી મામલતદાર જે.ડી. પટેલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પ્રચાર અધિકારી જે.ડી. ચૌધરી સહિત વીર નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page