ભારતીય ક્રિકેટ ટીમના ભૂત પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલની હાજરીમા 'રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાયો'..
- Praja Pankh
- Jun 3, 2022
- 2 min read
ભારતીય ક્રિકેટ ટીમના ભૂત પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલની હાજરીમા મોટામિયા માંગરોલ મુકામે મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાયો..

250 થી વધારે ફાસ્ટ બોલરો એ ભાગ લઇ પર્ફોમન્સ રજુ કરેલ હતુ જેમાંથી 20 જણ અને તેમાંથી પણ 5 કેમ્પ માટે સિલેક્ટ થયા હતા ઉપરોક્ત કેમ્પ માં સીલેક્ટ થયેલ 5 બોલરો ને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પ માં મુકવામાં આવશે અને તેઓને ફ્રીઆધુનિક તાલીમ આપવામાં આવશે
કેનેડા નિવાસી અને આ ગ્રાઉન્ડ ના માલિક ઇસ્માઇલ બોબાત (રાજા ) એ કેનેડા થી શુભેચ્છા સંદેશ મા જણાવેલ કે આજ ની આ ટુર્નામેન્ટ મા એક ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ પોહચી દેશનું નામ રોશન કરશે તો મારું આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરેલું સાર્થક કહેવાશે
પ્રજાપંખ મોટામિયા માંગરોલ : સુરત જિલ્લા ના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે ઇસ્માઇલ બોબાત ( રાજા) એ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો લાભ આપણા વિસ્તાર તથા સાઉથ ગુજરાત ના ક્રિકેટરો ને થાઈ જે અંતર્ગત
આદિત્ય બિરલા કેપિટલ ના સહયોગ થી બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા રફતાર કી ખોજઅંતર્ગત ફાસ્ટ બોલર ટેલેન્ટ હંટ નો એક કાર્યક્રમ મોટા મિયા માંગરોલ ના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર તારીખ તા.૦૨/૦૬/૨૦૨૨ના સવાર ના ૮:૦૦વાગ્યા થી રાખવામાં આવેલ હતો
ઉપરોક્ત કેમ્પમા ભારતીય ક્રિકેટ ટીમ ના ભૂત પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, રાજેશ પંચાલ (ડિસ્ટ્રિક્ટ ફિટનેસ ટ્રેનર BCA),યોગેન્દ્ર વકાસ કાર (ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર BCA),અરવિંદ પટેલ (હેડ કોચ નવસારી) લક્ષીતા ચૌહાણ (કોમ્યુનિકેશન ઓફિસર )સુખબીર સિંહ મનહાસ (રણજી બોલર કોચ )સંજીવ સાવંત (ઇન્ચાર્જ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ) , ઇસ્માઇલભાઈ મતાદાર (ઉપ પ્રમુખ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન ) મેહબૂબ રાવત તેમજ અન્ય મેહમાનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મેહમાનો ને પુષ્પ ગુચ્છ, મોમેન્ટો આપી સન્માન કરેલ હતુ
ઉપરોક્ત કેમ્પ માં 250 થી વધારે ફાસ્ટ બોલરો એ ભાગ લઇ પર્ફોમન્સ રજુ કરેલ હતુ જેમાંથી 20 જણ અને તેમાંથી પણ 5 કેમ્પ માટે સિલેક્ટ થયા હતા કેમ્પ માં સીલેક્ટ થયેલ 5 બોલરો ને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પ માં મુકવામાં આવશે અને તેઓને ફ્રીઆધુનિક તાલીમ આપવામાં આવશે કેનેડા નિવાસી અને આ ગ્રાઉન્ડ ના માલિક ઇસ્માઇલ બોબાત (રાજા ) એ કેનેડા થી શુભેચ્છા સંદેશ મા જણાવેલ કે આજ ની આ ટુર્નામેન્ટ મા એક ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ પોહચી દેશનું નામ રોશન કરશે તો મારું આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરેલું સાર્થક કહેવાશે મુનાફ પટેલે પોતાના વક્તવ્ય મા આટલુ સુંદર ગ્રાઉન્ડ બનાવવા બદલ ઇસ્માઇલ રાજા અને આયોજકો નો આભાર માનેલ અને અહીંથી આજુબાજુના ગામડા ના લોકો ને ક્રિકેટ મા આગળ જવા માટે સારૂ પ્લેટ ફોર્મ મળી રહેશે એમ જણાવેલ, ઇસ્માઇલ ભાઈ મતાદાર અન્ય મેહમાનો એ પણ મોટાબોબાત ક્રિકેટ ગ્રાઉન્ડ ના વખાણ કરી ટેલેન્ટ વાળા ક્રિકેટરો ને આગળ જવાની ખુબ સારી તક મળશે એમ જણાવેલ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આયોજન સલીમભાઇ પાંડોર, સરફરાઝ ઉંમર, ઝુબેર બોબાત,મેહબૂબ રાવતે કરેલ હતુ
Comments